ગુજરાત સમરસ છાત્રાલય પ્રવેશ ની શરૂઆત,યોગ્ય ઉમેદવારો ને મળશે રહેવા જમવાની મફત સુવિધા

ગુજરાત સમરસ છાત્રાલય પ્રવેશ 2022 જાહેરનામું બહાર પાડ્યું, સમરસ છાત્રાલય પ્રવેશ 2022 સૂચના: અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2021-22 માટે કોલેજ કક્ષાના અંડરગ્રેજ્યુએટ, અનુસ્નાતક અને ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ભુજ, હિંમતનગર અને પાટણ શહેરના વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકે છે.

સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2022

યોજના નું નામ ગુજરાત સમરસ છાત્રાલય પ્રવેશ
અરજી પ્રકાર ઓનલાઈન
અંતિમ તારીખ 20/09/2022
સતાવાર સાઈટ https://samras.gujarat.gov.in/

કઈ કઈ જગ્યાએ મળશે એડમીશન

 • આનંદ સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
 • પાટણ સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
 • ભાવનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
 • જામનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
 • ભુજ સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
 • હિમતનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
 • રાજકોટ સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
 • અમદાવાદ સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
 • બરોડા સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
 • સુરત સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23

પ્રવેશ લેવા માટે યોગ્યતા

 • ગુજરાત રાજ્યના મૂળ નિવાસી હોય.તેવા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને જ પ્રવેશ આપવામાં આવશે.
 • સરકારશ્રી દ્વારા નક્કી કરેલા સ્નાતક કક્ષાના અને અનુસ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ અરજી કરી શકશે.
 • Samaras Hostel Admission 2022 માં મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
 • Samaras Chhatralay માં સ્નાતક/અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં નવો પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓએ 50% કે તેથી ગુણ મેળવેલ હોવા જોઈએ.
 • સમરસ છાત્રાલયોમાં લાભ મેળવવા માટે મહત્ત્મ વયમર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવી છે.
 • 25 વર્ષ બાદ નવા કે જૂના કોઈપણ છાત્રો પ્રવેશ આપવામાં આવશે નહિં.
 • છાત્રાલય જે સ્થળે આવેલ હોય તે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓ Online Application કરી શકશે નહિ.
 • જેઓ સ્લમ, કાચા મકાન,ઝુંપડપટ્ટી, તંબુ વસાહત, ગંદા વિસ્તારમાં રહેતા હોય તો તેવા સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અરજી કરી શકશે.
 • સમરસ છાત્રાલયમાં નવા વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમના તમામ ગ્રુપમાં કોઈપણ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ-12 માં મેળવેલ ટકાવારીના આધારે પ્રવેશ આપવામાં આવશે.
 • ડિપ્લોમા બાદ Degree Course માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં જે ટકાવારીના આધારે પ્રવેશ મેળવેલ હોય તે જ ટકાવારીના આધારે સમરસ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવશે. (ટકાવારી કુલ ગુણમાંથી મેળવેલ ગુણ ઉપરથી ગણવાની રહેશે.)
 • Master Degree ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર છાત્રોને તેમના સ્નાતક અભ્યાસક્રમની ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારીના આધારે મેરીટ પ્રમાણે એડમિશન આપવામાં આવશે.
 • ડિપ્લોમા બાદ ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં જે ટકાવારીના આધારે પ્રવેશ મેળવેલ હોય તેના આધારે સમરસ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવશે.
 • Samras Hostel Admission લેતી વખતે વિદ્યાર્થીઓએ નિયત નમૂનામાં વ્યકિતગત રીતે બાંહેધરી પત્રક આપવાનું રહેશે. અને તે બાંહેધરીનું ચુસ્ત પાલન કરવાનું રહેશે તથા વાલીએ પણ નિયત નમૂનામાં બાંહેધરી પત્રક આપવાનું રહેશે.

પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજ

 • વિધાર્થીની છેલ્લી માર્કશીટ
 • સ્થાનિક વાલી માટે પાસપોર્ટ ફોટા
 • સ્થાનિક વાલી માટે પાસપોર્ટ સાઇઝ ફોટો
 • વિધાર્થીનું જાતિ પ્રમાણપત્ર
 • આવકનું પ્રમાણપત્ર

અરજી પ્રક્રિયા

ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી તા-20/09/2022 સુધી કરી શકાશે.

ફોર્મ માટે ઉપયોગી લીંક

સતાવાર સાઈટ અહી ક્લિક કરો
અરજી કરવા માટે અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group