CPCL Recruitment 2022: એન્જિનિયર અને ઓફિસર્સની વિવિધ જગ્યાઓ માટે કરો અરજી, આટલો મળશે પગાર

CPCL Recruitment 2022 Notification: ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (CPCL)એ કેમિકલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને અન્ય વિવિધ શાખાઓમાં કર્મચારીઓની ભરતી માટે જાહેરાત આપી છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 21 સપ્ટેમ્બર, 2022ના રોજ અથવા તે પહેલાં આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે.

આ જગ્યાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને સુપરવાઇઝરી કેડરમાં ગ્રેડ ‘એ’માં રૂ. 50,000-1,80,000ના આઇડીએ પે સ્કેલ આધારે રૂ. 50,000ના બેઝિક પગાર પર નિમણૂંક કરવામાં આવશે. ઓનલાઇન પરીક્ષા માટેની હંગામી તારીખ 16 ઓક્ટોબર, 2022 છે

નોટિફિકેશનની વિગતો અને મહત્વની તારીખો

આ નોકરીની જાહેરાત એડવિટ નંબર 2 ઓફ 2022 – CPCL/HRD:03:056 મુજબ કરવામાં આવી છે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર, 2022 છે. જ્યારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની હંગામી તારીખ 4 ઓક્ટોબર 2022 અને ઓનલાઇન ટેસ્ટની હંગામી તારીખ 16 ઓક્ટોબર, 2022 છે.

ખાલી જગ્યાની વિગતો

એન્જિનિયર (કેમિકલ)- 4

એન્જિનિયર (મિકેનિકલ)- 4

એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ) – 2

એન્જિનિયર (સિવિલ)- 2

એન્જિનિયર (સાધન)- 2

એન્જિનિયર (મેટલર્જી)- 1

ઓફિસર (એચઆર)- 3

ઓફિસર (માર્કેટિંગ)- 2

ઓફિસર (ITS)- 1

ઓફિસર (કાનૂની)- 1

લાયકાતના માપદંડ

એન્જિનિયર (કેમિકલ)- એન્જિનિયરિંગ/ ટેકનોલોજી ઇન કેમિકલ / પેટ્રોલિયમ / પેટ્રોકેમિકલ્સમાં ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ ડિગ્રી જરૂરી છે અને તેમાં તમામ સેમેસ્ટર/વર્ષોના કુલ ગુણ 60 ટકાથી ઓછા ન હોવા જોઈએ. એસસી/એસટી/પીડબલ્યુબીડી ઉમેદવારો પાસે અનામત જગ્યાઓ માટે ઓછામાં ઓછા 55 ટકા ગુણ હોવા જરૂરી છે.

એન્જિનિયર (મિકેનિકલ)- એન્જિનિયરિંગ / ટેકનોલોજી ઇન મિકેનિકલમાં ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ ડિગ્રી જરૂરી છે. જેમાં તમામ સેમેસ્ટર/વર્ષોના કુલ ગુણ 60 ટકાથી ઓછા ન હોવા જોઈએ. એસસી/એસટી/પીડબલ્યુબીડી ઉમેદવારો પાસે આરક્ષિત જગ્યાઓ માટે ઓછામાં ઓછા 55 ટકા ગુણ હોવા જરૂર છે.

એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ) – ઉમેદવાર પાસે એન્જિનિયરિંગ / ટેકનોલોજી ઇન ઇલેક્ટ્રિકલ / ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાં ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ અને તમામ સેમેસ્ટર/વર્ષના કુલ ગુણ 60 ટકાથી ઓછા ન હોવા જોઈએ. એસસી/એસટી/પીડબલ્યુબીડી ઉમેદવારો પાસે અનામત જગ્યા માટે ઓછામાં ઓછા 55 ટકા ગુણ હોવા જરૂરી છે.

એન્જિનિયર (સિવિલ)- એન્જિનિયરિંગ / ટેકનોલોજી ઇન સિવિલમાં ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ અને તમામ સેમેસ્ટર/વર્ષોના કુલ મળીને 60 ટકાથી ઓછા ગુણ ન હોવા જોઈએ. એસસી/એસટી/પીડબલ્યુબીડી ઉમેદવારો પાસે અનામત જગ્યાઓ માટે ઓછામાં ઓછા 55 ટકા ગુણ હોવા જરૂરી છે.

પોસ્ટ્સની શૈક્ષણિક લાયકાતની વધુ વિગતો માટે નોટિફિકેશન તપાસો.

કઈ રીતે કરવી અરજી?

ઉમેદવારો આગામી 21 સપ્ટેમ્બર, 2022ના રોજ અથવા તે પહેલાં સત્તાવાર વેબસાઇટ થકી આ પોસ્ટ્સ માટે ઓનલાઇન અરજી કરી શકે છે.

 

Leave a Comment

Join Our Whatsapp Group