હવે પાનકાર્ડ જેવું જ પ્લાસ્ટિક નું આધારકાર્ડ મંગાવો ઘરે બેઠા,જુઓ સંપૂર્ણ પ્રોસેસ

આધાર કાર્ડ એ ભારતીય નાગરિક માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ઘણી સરકારી યોજનાઓના ફાયદાઓ મેળવવા માટે, આધાર કાર્ડ હોવું જરૂરી છે.હવે ઘરે બેઠા તમે પીવિસી આધાર કાર્ડ મંગાવી શકો છો કેમ કે તે તે મેળવવું ખૂબ જ સરળ છે. આ પહેલા, આધાર ફક્ત પ્રિન્ટ સ્વરૂપમાં કાગળ પર ઉપલબ્ધ હતા.

PVC આધાર કાર્ડ શું છે

UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા) એ તાજેતરમાં PVC આધારિત આધાર કાર્ડ લાવવાની રજૂઆત કરી છે.PVC એટલે પોલીવિનાઇલ કાર્ડ.આ કાર્ડ કોઈ પણ જગ્યાએ લઈ જવામાં સરળ અને સુરક્ષિત છે. અને સાથે સાથે ટકાઉ અને મજબૂત પણ છે.

ઉપયોગ

પોલીવિનાઇલ કાર્ડ એ એટીએમ કાર્ડના કદ જેવડું જ દેખાય છે.
PVC આધાર કાર્ડના નાના કદના કારણે તેને ક્યાંય પણ સાચવી શકાય છે અને ક્યાંય પણ સરળતાથી લઈ જય શકાય છે અને ઉપરાંત વૉલેટમાં પણ સરળતાથી લઈ જય શકાય છે.

ફાયદા

  • તે વધુ ટકાઉ વાહન કરવા માટે અનુકૂળ છે.
  • તેની પ્રિન્ટિંગ ગુણવતા સારી છે અને તે લેમિનેશન સાથે આવે છે જે એક સારી સુવિધા ગણાય છે.
  • તેમાં હોલોગ્રામ ગુલોચે પેટર્ન અને ઘોસ્ટ ઇમેજ અને માઈકરોટેક્સ્ટ સહિત નવીનતમ સુરક્ષા સુવિધાઓ છે.
  • કાર્ડ સંપૂર્ણ હવામાન પ્રૂફ છે.

ઘરેબેઠા કેવી રીતે મંગાવવું

  • પહેલા તમારે વેબસાઇટની મુલાકાત લેવી. https://myaadhaar.uidai.gov.in/genricPVC
  • ત્યારબાદ તમારે તમારો આધારકાર્ડ નંબર રજીસ્ટર કરવાનો રહેશે.
  • તમારે સિક્યુરિટી કોડ દાખલ કરવો પડશે, અને તમારે My Mobile number is not registered પર ક્લિક કરવું. તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને ‘Send OTP’ વિકલ્પ પર ક્લિક કરો.
  • તમારે રૂ.૫૦ ની નજીવી ફી ભરવાની રહેશે. તમે તમારા રજિસ્ટર સરનામાં પર, તમારા પીવીસી આધારકાર્ડને બે અઠવાડિયામાં આવી જશે.
  • તમને ખબર પડી જ ગઈ હશે કે PVC આધાર કાર્ડ એટલે કે પ્લાસ્ટિક આધાર કાર્ડ હવે તમે ઘરે બેઠા માત્ર ૫૦ રૂ. માં કેવી રીતે મંગાવી શકો છો.

સુવિધાઓ

  • હોલોગ્રામ
  • ઘોસ્ટ ઇમેજ
  • માઇક્રો ટેકસ્ટ
  • ગિલેચે પેટર્ન
  • ઇસ્યુ તારીખ
  • છાપવાની તારીખ
  • એમ્બોસ્ડ આધાર લોગો

ઉપયોગી લીંક

સતાવાર સાઈટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group