AIIMS Recruitment: ટ્યુટર અને ક્લિનિકલ ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ માટે આવી ભરતી, જલદી કરો અરજી

ઓલ ઇન્ડિયા મેડિકલ સાયન્સ AIIMS ઋષિકેશ (Rishikesh AIIMS Recruitment 2022) દ્વારા ક્લિનિકલ ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી (Apply Online) કરી શકે છે. ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું તે હાલ અરજી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તેના માટેની અંતિમ તારીખ 15 ઓક્ટોબર છે. ઉમેદવારો aiimsrishikesh.edu.in પર ઓનલાઇન અરજી કરી શકે છે.

આ અંતર્ગત 33 ટ્યુટર / ક્લિનિકલ ઇન્સ્ટ્રક્ટર (નર્સિંગ) ખાલી જગ્યાઓ માટે ભરતી (Recruitment for Tutor/ Clinical Instructor Posts) પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

શું હોવી જોઇએ શૈક્ષણિક લાયકાત?

– કોઇ પણ માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી B.Sc નર્સિંગ, સિસ્ટર ટ્યુટરમાં ડિપ્લોમાં સાથે રજીસ્ટર્ડ નર્સ અને મિડવાઇફ.

કેટલો અનુભવ જરૂરી

શિક્ષણ સંસ્થામાં 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

આવશ્યક

– માન્ય ઇન્સ્ટિટ્યૂટમાંથી માસ્ટર ઓફ નર્સિંગની ડિગ્રી હોવી જરૂરી છે.

– સ્ટેટ નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટર્ડ નર્સ/ મિડવાઇફ.

– માસ્ટર ડિગ્રી મેળવ્યા પછી ટીચિંગ ઇન્સ્ટિટ્યૂશનમાં 3 વર્ષનો અનુભવ.

– માન્ય ઇન્ટરનેશનલ/ નેશનલ જર્નલ્સમાં પીએચડી/ એમ.ફીલ/ સ્વતંત્ર પબ્લિશ્ડ કાર્ય

એપ્લિકેશન ફી

UR/ OBC/ EWS ઉમેદવારો માટે અરજી ફી – રૂ. 2000

SC/ ST ઉમેદવારો માટે અરજી ફી – રૂ. 1000

કઇ રીતે કરી શકો છો અરજી?

– સત્તાવાર વેબસાઇટ Aiimsrishikesh.edu.in પર જાઓ.

– હોમ પેજ પર જોબ ટેબ પર ક્લિક કરો.

– એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.

– રજીસ્ટ્રેશન કરો અને એપ્લિકેશન ભરો.

– એપ્લિકેશન ફીની ચૂકવણી કરો.

– ઉમેદવારોએ ભવિષ્યમાં રેફરન્સ તરીકે ઉપયોગમાં લેવા માટે ફોર્મની એક કોપી પોતાની પાસે રાખવી.

SC/ST ઉમેદવારો માટે ખાસ સૂચના

આ પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છુક તમામ SC/ST ઉમેદવારોએ જાણવું જોઇએ કે, તેઓએ કેન્દ્ર સરકારના માન્ય ફોર્મેટમાં તહસીલદાર અથવા તેનાથી ઉપરના રેન્કના અધિકારી દ્વારા જાહેર કરાયેલ પ્રમાણપત્ર પ્રદાન કરવું પડશે.

આ ઉપરાંત ઓબીસી ઉમેદવારોની પાત્રતા ભારત સરકારની કેન્દ્રિય સૂચિમાંથી જાતિ પર આધારિત હશે. ઓનલાઇન અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખે ઓબીસી પ્રમાણપત્ર એક વર્ષથી વધુ જૂનું ન હોવું જોઇએ. ઓબીસી ઉમેદવારો ક્રીમીલેયરના ન હોવા જોઇએ અને તેમની પેટા જાતિ ઓબીસીની કેન્દ્રિય સૂચિમાની એન્ટ્રીઓ સાથે મેળ ખાતી હોવી જોઇએ. જો તેમ ન થાય તો તેમના ઉમેદવારોને માટે લાગૂ કરાયેલ અનામત શ્રેણીની કોઇ પણ પોસ્ટ હેઠળ ગણવામાં આવશે નહીં.

 

Leave a Comment

Join Our Whatsapp Group