પોસ્ટ ઓફિસની માલામાલ સ્કીમ: મળશે લાખોમાં રિટર્ન, 100 રૂપિયામાં ખોલાવો ખાતું

પોસ્ટ ઑફિસનું આ એકાઉન્ટ તમને લાખોનુ રિટર્ન આપશે. આ યોજનામાં તમે 100 રૂપિયાથી પણ શરૂઆત કરી શકો છો. આ યોજનામાં રોકાણ કરીને તમે 26 લાખ રૂપિયા સુધીનુ રિટર્ન મેળવી શકો છો.

  • પોસ્ટ ઑફિસનું આ એકાઉન્ટ તમને લાખોનુ રિટર્ન આપશે
  • આ સ્કીમમાં તમે 100 રૂપિયાનુ રોકાણ કરી શકો છો 
  • 26 લાખ રૂપિયા સુધીનુ રિટર્ન મેળવી શકશો

100 રૂપિયાથી કરી શકો છો શરૂઆત 

પોસ્ટ ઑફિસની સ્મોલ સેવિંગ સ્કીમ રિકરિંગ ડિપોઝીટમાં રોકાણ પૂરી રીતે સુરક્ષિત હોય છે. આ યોજનામાં તમે 100 રૂપિયાનુ રોકાણ કરી શકો છો અને મહત્તમ કેટલુ રોકાણ કરવુ છે તેની કોઈ લિમિટ નક્કી કરવામાં આવી નથી. રિકરિંગ ડિપોઝીટ સ્કીમમાં તમે તમારી સુવિધા મુજબ એક વર્ષ, બે વર્ષ અથવા તેનાથી વધુ સમય માટે રોકાણ કરી શકો છો. આ યોજનામાં પોસ્ટ ઓફિસ દર ત્રણ મહિને વ્યાજ પણ આપે છે.

લોન પણ લઇ શકાય છે 

પોસ્ટ ઑફિસની આ યોજનામાં 18 વર્ષ અને તેનાથી વધુ ઉંમરનો કોઈ પણ શખ્સ પોતાનુ ખાતુ ખોલાવી શકે છે. માતા અથવા પિતા પોતાના સગીર બાળકનુ ખાતુ ખોલાવી શકે છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમ પરથી તમને લોન પણ મળી શકે છે. લોન લેવા માટે તમારે તમારી પોસ્ટ ઓફિસ બ્રાન્ચમાં સંપર્ક કરવાનો હોય છે. આ લોનને તમે 12 હપ્તામાં જમા પણ કરી શકો છો. તમારા ખાતામાં જેટલા પૈસા જમા થયા છે, તેની 50 ટકા રકમ તમે લોન તરીકે લઇ શકો છો.

આ રીતે મળશે 16 લાખની રકમ 

રિકરિંગ ડિપોઝીટ યોજનામાં જો તમે દર મહિને 16,000 રૂપિયાની રકમનુ રોકાણ કરો છો તો 10 વર્ષ બાદ તમને 26 લાખ રૂપિયાથી પણ વધુની રકમ મળશે. ઉદાહરણ તરીકે, તમે દર મહિને 16,000 રૂપિયા જમા કરો છો તો એક વર્ષમાં તમે એક લાખ 92 હજાર રૂપિયા જમા કરી શકશો. આ રીતે તમે 10 વર્ષ સુધી આ યોજનામાં રોકાણ કરવુ પડશે. આ રીતે તમે 19,20,000 રૂપિયા રોકાણ તરીકે જમા કરી શકશો. ત્યારબાદ યોજના પાક્યા બાદ તમને રિટર્ન તરીકે 6,82,359 રૂપિયા મળશે. આ રીતે તમને 10 વર્ષ બાદ કુલ 26,02,359 રૂપિયા મળશે.

Leave a Comment

Join Our Whatsapp Group