રાજ્યમા યુવાનો ની સરકારી નોકરી માટે તલાટી બનવુ એ પહેલી પસંદગી હોય છે. રાજ્યમા અવારનવાર તલાટી, શિક્ષક, પોલીસ વગેરે માટે મોટી ભરતીઓ સરકાર કરે છે. Talati Bharti 2023 રાજયમા તલાટી અને જુનીયર ક્લાર્ક માટે પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે GPSSB દ્વારા મોટી ભરતી કરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામા આવી હતી અને આ ભરતીની કામગીરી હાલ અંતિમ તબક્કામા છે.
તલાટી ભરતી 2023
ભરતી સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB |
ભરતી જગ્યા | તલાટી કમ મંત્રી |
આર્ટીકલ પ્રકાર | તલાટી ભરતી |
અંદાજીત જગ્યાઓ | 3077 |
ફોર્મ ભરવાની તારીખ | હજુ જાહેર થયેલ નથી |
ઓફીસીયલ વેબસાઇટ | gpssb.gujarat.gov.in |
3077 જગ્યાઓ માટે તલાટીની ભરતી થશે
Gujarat Talati Bharti 2023. તલાટી ભરતીની ઘણા યુવાનો રાહ જોતા હોય છે. અને તલાટી પરીક્ષા માટે તૈયારી કરત હોય છે. તલાટી બની પંચાયત વિભાગમા જોડાઇને કારકિર્દી બનાવવી એ દરેક યુવાનનુ સપનુ હોય છે. ત્યારે હાલ ચાલી રહેલી તલાટીની મોટી ભરતીનુ ફાઇનલ સીલેકશન લીસ્ટ પણ જાહેર કરી દેવામા આવ્યુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણય
રાજ્યના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારે કરતા યુવાનો માટે આનંદના સમાચાર આવી ગયા છે. (Talati Bharti 2023) રાજ્યમાં 3077 તલાટીની ભરતી કરવામાં આવનાર છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનો માટે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી કક્ષાએથી આ ભરતીને સૈદ્ધાંતિક મંજૂરી વિભાગને આપી દેવામા આવી છે.