બિપોરજોય વાવાઝોડું ક્યાં પહોંચ્યું લાઈવ જોવો

Biporjoy Cyclone નામનું એક મોટું તોફાન છે જે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. વિસ્તારના પ્રભારી લોકો દરેકને ચેતવણી આપી રહ્યા છે કે તે ખૂબ જ ખતરનાક બનશે. તેઓ કહે છે કે પવન ખરેખર જોરદાર હશે અને તોફાન ખૂબ જ ખરાબ હશે. તે કેટલું ગંભીર છે તે બતાવવા માટે તેઓએ તેને 10 નંબરનો સિગ્નલ આપ્યો.પવનની ઝડપ 120-220 કી.મી.ની છે અને વાવાઝોડું અતિ ભયંકર પરિસ્થિતમાં છે.

 • દ્વારકાધીશ મંદિરમાં એક સાથે બે ધજા ચડાવાઈ
 • બે ધજા સાથે ચડાવાથી સકંટ ટળશે તેવી માન્યતા
 • તૌકતે વાવાઝોડા વખતે પણ દ્વારકાધીશ મંદિરે બે ધજા એક સાથે ચડાવવામાં આવી હતી.
 • બે ધજા સાથે ચડવાથી દ્વારકા પરનું સંકટ ટળી જતું હોવાની લોક માન્યતા છે.
 • તો ગઈકાલે ભારે પવનના કારણે દ્વારકાધીશ મંદિર પર 52 ગજની ધજા અડધી પાટલીએ ચડાવાઈ હતી.

Gujarat Weather News : અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું વાવાઝોડું હવે દિશા બદલીને ગુજરાત તરફ આવી રહ્યુ છે…. પોરબંદરના દરિયા કિનારાથી હાલ 340 કિલોમીટર દૂર છે ચક્રવાત બિપરજોય….ગુજરાતમાં તેની ભારે અસર જોવા મળશે 24 જ કલાકમાં પ્રચંડ રૂપ ધારણ કરશે બિપોરજોય વાવાઝોડું: આ વિસ્તારો પર સૌથી વધુ સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી

 • દ્વારકાના તમામ બંદરો પર 4 નંબરનું ભયસૂચક સિગ્નલ, 300થી વધુ માછીમાર પરિવારનું સ્થળાંતર
 • બિપરજોય વાવાઝોડું બન્યું વધારે તોફાની, 15મી જૂને બપોર સુધીમાં માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકે તેવી શક્યતા
 • હાલ બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 360 કિમી દૂર
 • દ્વારકાથી 400, નલિયાથી 490 કિમી દૂર વાવાઝોડું
 • ટકરાશે ત્યારે 150 કિમીની હોઈ શકે છે ગતિ
 • ગુજરાતના 7 જિલ્લામાં મોટો ખતરો
 • કચ્છ: દરિયાકિનારે કલમ 144 લાગુ
 • બિપરજોય વાવાઝોડાને લઇ કલમ 144 લાગુ
 • સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્રનો નિર્ણય
 • બિપોરજોય’ વાવાઝોડું બન્યું વધુ તોફાની: સૌરાષ્ટ્ર-કચ્છને 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું, ઓરેન્જ એલર્ટ એટલે વધુ નુકશાની દર્શાવતું એલર્ટ
 • ઓખા બંદર પર અત્યંત ભયજનક 9 નંબરનું સિગ્નલ અપાયું, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દેવભૂમિ દ્રારકાએ જાહેર કર્યા ઇમરજન્સી હેલ્પલાઇન નંબર
 • વાવાઝોડાને લઈ શિક્ષણ વિભાગનો નિર્ણય
 • કચ્છમાં 3 દિવસ શાળા-કોલેજો બંધ
 • 13થી 15 જૂન સુધી રજા જાહેર કરાઈ
 • દ્વારકા- જુનાગઢમાં દરિયાના પાણી ઘૂસ્યા લોકોના ઘરોમાં! લોકોના શ્વાસ અધ્ધર

આ વાવાઝોડાને હળવાથી ન લેતાઃ અંબાલાલ

આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બિપોરજોય વાવાઝોડા અંગે જણાવ્યું છે કે, બિપોરજોય વાવાઝોડાને હળવાશથી લેવાની જરૂર નથી. પરંપરાગત મૃક્ષિક નક્ષત્રમાં આ વાવાઝોડું આવી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું વધુ ભયાનક રહેવાની શક્યતા છે. માંડવીની આસપાસ વાવાઝોડાના લેન્ડફોલ થવાની શક્યતા છે. વાવાઝોડા દરમિયાન 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે વાવાઝોડું આવશે’

અંબાલાલ પટેલે જણાવ્યું કે, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વાવાઝોડાની વધુ અસર થશે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી વાવાઝોડાની અસર થશે. આજથી 2 દિવસ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે. ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે વાવાઝોડું આવશે. વાવાઝોડા દરમિયાન થંડરસ્ટ્રોમનું પ્રમાણ ભયાનક રહેશે. વાવાઝોડામાં માલહાનિની શક્યતા હોવાથી તકેદારી રાખવી જરૂરી છે.

અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડાએ ફરી એકવાર દિશા બદલતા હવે આ મોટું સંકટ ગુજરાત તરફ આવી રહ્યું છે. જેથી હવે ગુજરાત તરફ ખતરો વધ્યો છે. 15 જૂન સુધીમાં ‘બિપરજોય’ ગુજરાતમાં પહોંચશે, થોડા કલાકોમાં વાવાઝોડું અતિપ્રચંડ બનશે. તેની અસર હવે ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તેજ પવન શરૂ થઈ ગયો. થોડા કલાકોમાં જ વાવાઝોડું અતિપ્રચંડ બની શકે છે. હાલ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે પવન શરૂ થઈ ગયો છે. વાવાઝોડાંના પગલે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. તો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાતા ગાંધીનગરમાં હલચલ તેજ થઈ છે.

મુખ્યમંત્રીએ પરિસ્થિતિની માહિતી મેળવી

ત્યારે ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ વધતા જ ગાંધીનગરમાં તંત્ર દોડતું થયું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મોટી હલચલ જોવા મળી છે. સીએએના અધિકારીઓએ કંટ્રોલ રૂમ પહોંચ્યા છે. બિપર જોય વાવાઝોડાએ દિશા બદલતાં ગુજરાતનું તંત્ર એલર્ટ
રાજ્યના મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી. તેઓએ કંટ્રોલ રૂમમાં ચાલતી કાર્યવાહીની સમીક્ષા કરી. તો દરિયાકાંઠા વિસ્તારના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી સ્થિતિનો તાગ મેળવ્યો. રાહત અને બચાવ કાર્યના સંસાધનો અંગે પણ ચર્ચા વિચારણા કરી. એનડીઆરએફની ટીમના ડિપ્લોયમેન્ટના અપડેટ મેળવ્યા. તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઇ કાંઠા વિસ્તારમાં કરેલ તૈયારીની પણ સમીક્ષા મુખ્યમંત્રીએ કરી.

4 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદ થઈ શકે છે. આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર પણ રહેશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને કારણે 12, 13 અને 14 જૂને પવન 80થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. જ્યારે 15 જૂને પવન 120 કિમી પ્રતિ કલાકની ઝડપ પણ પકડી શકે છે.

અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના

સરકારી તંત્રના જણાવ્યા પ્રમાણે વાવાઝોડાને કારણે દરિયાકાંઠા વિસ્તારમાં પવન અને વરસાદી માહોલ જોવા મળી શકે છે. સાઈક્લોનના કારણે રાજ્યના અનેક ભાગોમાં હવામાનમાં ફેરફાર આવી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.

દરિયાકાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જાહેર

Biparjoy Cyclone વાવાઝોડાને લઈને ગુજરાતના દરિયા કાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાને લઈને સુરત તંત્ર એલર્ટ થઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ડુમ્મસ અને સુવાલી બીચ બંધ કરાયા છે. આ મામલે સુરત પોલીસ કમિશનરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. જેમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંતા કોઈ વ્યક્તિને પણ દરિયાના પાણીમાં ન જવા સૂચના અપાઈ છે. બીચ પર તકેદારીના ભાગરૂપે લોકોની અવર જવર પર પ્રતિબંધ મુકાયો છે.

મહત્વપૂર્ણ લિંક

બિપરજોય ટ્રેકર અહીં ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group