Agniveer Recruitment 2022: અગ્નિવીર ભરતીનું નોટિફિકેશન જાહેર, 8મું પાસ પણ કરી શકશે અરજી, 5 ગ્રેડમાં થશે ભરતી

ભારત સરકારની મહત્વકાંક્ષી અગ્નિપથ યોજના અંતર્ગત અગ્વિનીરોની ભરતી માટે ભારતીય સેનાએ અગ્નિવીર રિક્રૂટમેંટનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે.

  • અગ્નિપથ યોજના માટે ભરતી નોટિફિકેશન જાહેર
  • ધોરણ 8 પાસ પણ કરી શકશે અરજી
  • 5 ગ્રેડ અંતર્ગત થશે ભરતી

ભારત સરકારની મહત્વકાંક્ષી અગ્નિપથ યોજના અંતર્ગત અગ્વિનીરોની ભરતી માટે ભારતીય સેનાએ અગ્નિવીર રિક્રૂટમેંટનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. જે અંતર્ગત ઉમેદવારો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. ત્યાર બાદ ભારતીય સેનાની સત્તાવાર વેબસાઈટ joinindianarmy.nic.in પર વિજિટ કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા જૂલાઈ 2022થી થશે.

આ પદો પર થશે ભરતી

પોસ્ટનું નામ 
શૈક્ષણિક લાયકાત
અગ્નિવીર (સામાન્ય ફરજ)
(તમામ આર્મ્સ)
  • વર્ગ 10/મેટ્રિકમાં કુલ 45% ગુણ અને દરેક વિષયમાં 33%. એફગ્રેડીંગ સિસ્ટમને અનુસરતા બોર્ડ માટે વ્યક્તિગત વિષયોમાં લઘુત્તમ ડી ગ્રેડ (33% – 40%) અથવા ગ્રેડની સમકક્ષ કે જેમાં 33% અને એકંદરે C2 ગ્રેડમાં અથવા એકંદરમાં 45% ની સમકક્ષ સમકક્ષ હોય છે.
અગ્નિવીર (ટેક)
  • 10+2/ વિજ્ઞાનમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને અંગ્રેજી સાથેની મધ્યવર્તી પરીક્ષા એકંદરે 50% અને દરેક વિષયમાં 40% ગુણ સાથે પાસ. અથવા 10+2 / કોઈપણ માન્ય રાજ્ય Edn Bd અથવા Central Edn Bd માંથી NSQF સ્તર 4 અથવા તેનાથી ઉપરના reqd ક્ષેત્રમાં ઓછામાં ઓછા એક વર્ષનો NIOS અને ITI કોર્સ સહિતની મધ્યવર્તી પરીક્ષા પાસ.
અગ્નિવીર ટેક
(એવીએન અને એમએન પરીક્ષક)
  • 10+2/ વિજ્ઞાનમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને અંગ્રેજી સાથેની મધ્યવર્તી પરીક્ષા એકંદરે 50% અને દરેક વિષયમાં 40% ગુણ સાથે પાસ. અથવા 10+2 / કોઈપણ માન્ય રાજ્ય Edn Bd અથવા Central Edn Bd માંથી NSQF સ્તર 4 અથવા તેનાથી ઉપરના reqd ક્ષેત્રમાં ઓછામાં ઓછા એક વર્ષનો NIOS અને ITI કોર્સ સહિતની મધ્યવર્તી પરીક્ષા પાસ.
અગ્નિવીર કારકુન / સ્ટોર કીપર
ટેકનિકલ
(તમામ આર્મ્સ)
  • 10+2 / કોઈપણ સ્ટ્રીમ (કલા, વાણિજ્ય, વિજ્ઞાન) માં મધ્યવર્તી પરીક્ષા એકંદરે 60% અને દરેક વિષયમાં ઓછામાં ઓછા 50% સાથે પાસ. XII માં અંગ્રેજીમાં 50% અને ગણિત/અધિનિયમ/પુસ્તક રાખવાનું ફરજિયાત છે.
અગ્નિવીર વેપારી
(તમામ આર્મ્સ)
10 પાસ
  • ધોરણ 10 સરળ પાસ કુલ ટકાવારીમાં કોઈ શરત નથી પરંતુ દરેક વિષયમાં 33% ગુણ મેળવ્યા હોવા જોઈએ.
અગ્નિવીર વેપારી
(તમામ આર્મ્સ)
8મું પાસ
  • ધોરણ 8 સાદું પાસ કુલ ટકાવારીમાં કોઈ શરત નથી પરંતુ દરેક વિષયમાં 33% ગુણ મેળવ્યા હોવા જોઈએ

 

ભારતીય સેના અગ્નિવીર વય મર્યાદા

  • 17 ½ થી 23 વર્ષ (ભરતી વર્ષ 2022-23 માટે એક સમયના માપદંડ તરીકે ઉપલી વય મર્યાદા 21 વર્ષથી 23 વર્ષ સુધી હળવી કરવામાં આવી છે)

આટલી મળશે સેલરી

વર્ષ
કસ્ટમાઇઝ્ડ
પેકેજ
(માસિક)
હાથ માં
(70%)
માટે યોગદાન
અગ્નિવીર કોર્પસ
ફંડ (30%)
માટે યોગદાન
કોર્પસ ફંડ
ભારત સરકાર દ્વારા
1st Year 30000 21000 9000 9000
2nd Year 33000 23100 9900 9900
3rd Year 36500 25580 10950 10950
4th Year 40000 28000 12000 12000
કુલ યોગદાન
અગ્નિવીર કોર્પસમાં
ચાર વર્ષ પછી ફંડ
Rs 5.02 Lakh Rs 5.02 Lakh

 

સર્વિસ બાદ આટલી સુવિધા મળશે

ચાર વર્ષની સર્વિસ પુરી થયા બાદ અગ્નિવીરોને સેવા નિધિ પેકેડ, અગ્નિવીર સ્કીલ સર્ટિફિકેટ અને ધોરણ 12 સમકક્ષ યોગ્યતા સર્ટિફિકેટ પણ મળશે. જે ઉમેદવાર 10મનું પાસ છે, તેમને 4 વર્ષ બાદ 12 પાસ સમકક્ષ સર્ટિફિકેટ પણ મળશે, જેની સમગ્ર વિગતો બાદમાં જાહેર કરવામાં આવશે.

NCC સર્ટિફિકેટ ધારકોને મળશે બોનસ માર્ક્સ

તમામ પદ પર ભરતી માટે NCC A સર્ટિફિકેટ ધારકોને 05 બોનસ માર્ક્સ મળશે. NCC B સર્ટિફિકેટ ધારકોને 10 બોનસ માર્ક્સ મળશે જ્યારે NCC C સર્ટિફિકેટ ધારકોને 15 બોનસ માર્ક્સ મળશે. અગ્નિવીર જનરલ ડ્યુટી અને ક્લાર્ક/સ્ટોરકીપર પદ માટે NCC C સર્ટિફિકેટ ધારકોને CEE ( કોમન એન્ટ્રસ એક્ઝામ) માંથી છુટ મળશે.

અગ્નિપથ આર્મી રેલી 2022 માટે કેવી રીતે એપ્લાય કરવું?

  • ભારતીય સેનાએ નોટિફિકેશનમાં જણાવ્યું છે કે આ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તમારે આર્મીની ઓફિશિયલ વેબસાઈટ joinindianarmy.nic.in પર જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
  • રજીસ્ટ્રેશન માટે નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી સહિતની જરૂરી દરેક જાણકારી ભરવાની રહેશે.
  • રજીસ્ટ્રેશન કર્યા પછી, તમને એક યુઝર ID અને પાસવર્ડ મળશે, જે તમે રજીસ્ટ્રેશન સમયે જાતે જનરેટ કરશો. આ આઈડી પાસવર્ડની મદદથી તમે ઈન્ડિયન આર્મીની વેબસાઈટ પર લોગઈન કરી શકશો અને તેની મદદથી તમને એડમિટ કાર્ડ મળી જશે. તેથી તેને સંભાળીને રાખો.
  • એડમિટ કાર્ડ વિના તમને અગ્નિપથ આર્મી ભરતી રેલીમાં સામેલ કરવામાં આવશે નહીં.
  • ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. રજીસ્ટ્રેશનની શરૂઆત અને પૂરુ થવાની તારીખ અને એડમિટ કાર્ડની તારીખ સેના ટૂંક સમયમાં જાહેર કરશે.

અગ્નિવીરને કેટલી રજાઓ મળશે

ભારતીય સેનાએ એ પણ જણાવ્યું છે કે અગ્નિપથ યોજના હેઠળ ભરતી થનારા અગ્નિવીરોને કેટલી રજાઓ આપવામાં આવશે? આર્મી અગ્નિપથ ભરતી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તેમને દર વર્ષે 30 વાર્ષિક રજાઓ મળશે. સૈનિકોને સિક લીવ પણ આપવામાં આવશે. પરંતુ તે કેટલી હશે, તેનો નિર્ણય ડોક્ટરોની સલાહ પર નિર્ભર રહેશે.

મહત્વપૂર્ણ તારીખો:
ઓનલાઈન અરજી  થી શરૂ થાય છે.
05/08/2022
ઓનલાઈન અરજીઓ ના રોજ સમાપ્ત થશે 03/09/2022

મહત્વપૂર્ણ કડીઓ
સત્તાવાર સૂચના
Click Here
ઓનલાઈન અરજી કરો
Registration | Login
રેલીનું સમયપત્રક
View
પોસ્ટ વાઈસ લાયકાત
View

 

Leave a Comment

Join Our Whatsapp Group