SBIના ગ્રાહકો ખાસ વાંચો! બદલાઈ ગયા છે ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો

જો તમે SBIના ગ્રાહક છો અને ATMમાંથી પૈસા ઉપાડવા જઈ રહ્યા છો તો સાથે મોબાઈલ લઈને જરૂર જજો.

  • SBIના ગ્રાહકો આપે ખાસ ધ્યાન
  • SBIએ બદલ્યા ATMમાંથી પૈસી ઉપાડવાના નિયમો 
  • વધતા ફ્રોડના કારણે કર્યો નિયમોમાં ફેરફાર 

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ (SBI) ATMમાંથી પૈસા ઉપાડવા માટે નવો નિયમ બનાવ્યો છે. હવે SBIના ગ્રાહકોએ ATMમાંથી પૈસા ઉપાડતી વખતે વન ટાઈમ પાસવર્ડ એટલે કે ઓટીપી પણ નાખવો પડશે. આ સુવિધા 24*7  આપવામાં આવી રહી છે. 10,000 રૂપિયાથી વધુના વ્યવહારો માટે દરેક SBI બેંકના ATMમાં આ સુવિધા આપવામાં આવી રહી છે.

ફ્રોડ કેસ વધવાના કારણે લીધો નિર્ણય 
છેતરપિંડીની ઘટનાઓને ધ્યાનમાં રાખતા SBI એ ATMમાંથી રોકડ ઉપાડવાને વધુ સુરક્ષિત બનાવ્યું છે. તેને જોતા ગ્રાહકના મોબાઈલ પર OTP મોકલવામાં આવશે. ત્યારપછી એ જ OTP ATMમાં ​​એન્ટર કરવાનો રહેશે. આ નવી સર્વિસનું નામ OTP આધારિત કેશ વિડ્રોવલ સુવિધા છે. બેંકમાં ગ્રાહકનો જે પણ મોબાઈલ નંબર એડ કરવામાં આવેલો હશે તેના પર OTP મળશે.

એક OTPથી એક વખત જ થશે ટ્રાન્ઝેક્શન
એક OTP વડે વન ટાઈમ ટ્રાન્ઝેક્શન જ કરી શકાય છે. તે ગ્રાહકના વેરિફિકેશનનું એક માધ્યમ છે. આની મદદથી તે જ વ્યક્તિ ATMમાંથી પૈસા ઉપાડી શકશે જેના મોબાઈલ પર OTP આવશે અને OTP એ જ વ્યક્તિના મોબાઈલ પર જશે જેનું SBIમાં ખાતું છે. સ્ટેટ બેંકે OTP આધારિત ટ્રાન્ઝેક્શનને છેતરપિંડી કરનારા લોકો સામે વેક્સીનેશનની જેમ ગણાવ્યું છે. SBIનું કહેવું છે કે ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા તેની પ્રાથમિકતા છે.

OTP થી પૈસ કેવી રીતે ઉપાડશો પૈસા? 
જ્યારે કોઈ ગ્રાહક ATMમાં ડેબિટ કાર્ડ મૂકે છે ત્યારે તેના મોબાઈલ ફોન પર OTP આવે છે. ગ્રાહકે પહેલા ATMમાં આ OTP દાખલ કરવાનો રહેશે. તે પછી જ રોકડ ઉપાડની પ્રક્રિયા શરૂ થશે. તેથી જો તમે SBIના ગ્રાહક છો અને SBI ATMમાંથી પૈસા ઉપાડવા જઈ રહ્યા છો, તો તમારી સાથે મોબાઈલ ફોન લેવાનું ભૂલશો નહીં.’

4 આંકડાનો હશે OTP
તમારા મોબાઈલ પર મોકલવામાં આવેલો OTP 4 અંકનો હશો. આ OTP જણાવે છે કે ગ્રાહક યોગ્ય છે કારણ કે OTP રજિસ્ટર્ડ નંબર પર જ મોકલવામાં આવે છે. OTP નો ઉપયોગ ઓથેન્ટિકેશન માટે અથવા એમ કહો કે વેરિફિકેશન માટે OTPનો ઉપયોગ ટ્રાન્ઝેક્શનમાં કરવામાં આવી રહ્યો છે.

આજકાલ લગભગ દરેક બેંકિંગ સેવામાં OTP લાગુ કરવામાં આવ્યો છે જેથી ફ્રોડથી છુટકારો મેળવી શકાય. છેતરપિંડી કરનારાઓ OTP આધારિત ATMમાંથી રોકડ ઉપાડી શકશે નહીં.

મળશે ડબલ સુરક્ષા 
OTP આધારિત કેશ વિડ્રોવલ માટે જો ગ્રાહક 10,000 રૂપિયાથી વધુ ઉપાડવા માંગે છે, તો તેણે OTP દાખલ કરવો પડશે. આ સિવાય ગ્રાહકે ડેબિટ કાર્ડનો પિન નંબર પણ નાખવો પડશે. આનાથી ATM વિડ્રોવલમાં ડબલ સુરક્ષા મળે છે. પહેલા OTP અને પછી ડેબિટ કાર્ડ પિન. ત્યારબાદ એટીએમમાંથી પૈસા ઉપાડી શકાશે.

 

 

Leave a Comment

Join Our Whatsapp Group