શેર બજારમાં આવી IPO ની સીઝન, આ સપ્તાહમાં આવશે 5 IPO

Upcoming IPO : શેર બજારમાં આવશે 5 IPO, જેમાં આમાંથી એક આઈપીઓ મેઈનબોર્ડમાંથી આવશે અને બાકીના કંપનીના આઈપીઓ એસએમઈ દ્વારા લિસ્ટ કરવામાં આવશે.

Upcoming IPO
શું તમે પણ શેર માર્કેટમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે આ સપ્તાહમાં એક સાથે 5 IPO આવી રહ્યા છે, જેમાં તમે રોકાણ કરી શકો છો, હાલ માર્કેટમાં છેલ્લે આવેલા તમામ IPO દ્વારા રોકાણકારોએ સારો એવો પ્રોફિટ બુક કરેલ છે. તો અહી તમને જણાવી રહ્યા છીએ કે ક્યાં 5 IPO આવી રહ્યા છે.

સૌ પ્રથમ વાત કરીએ તો યથાર્થ હોસ્પિટલ IPO મેઈનબોર્ડ માંથી આવી રહ્યો છે અને ચાર SME IPO જેમાં Innovatus Entertainment Network, Khazanchi Jewellers, Shri Techtex અને Yasons Chemex Care સામેલ છે.આવી રહ્યા છે.

જેમાં Yatharth Hospital IPO બુધવાર એટલે કે 26 જુલાઈ 2023 થી ઓપન થવા જઈ રહ્યો છે જેની છેલ્લી તારીખ 28 જુલાઈ છે, તેની પ્રાઈસ 285 – 300 છે, અને લોટ સાઈઝ 50 ની રેહશે જેનું માર્કેટમાં GMP પણ સારું એવું આંકવામાં આવી રહ્યું છે. આ ઈશ્યૂ હેઠળ 490 કરોડના ફ્રેશ ઈક્વિટી શેર જારી કરવામાં આવશે. તો 6,551,690 શેરનું વેચાણ ઓફર ફોર સેલ હેઠળ થશે. આ મહિનાની શરૂઆતમાં યથાર્થ હોસ્પિટલ, જે દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં ખાનગી હોસ્પિટલનું સંચાલન અને મેનેજમેન્ટ કરે છે તેણે ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટરો પાસેથી 120 કરોડનું ફંડ મેળવ્યું છે.

Yasons Chemex Care IPO છે જેની પ્રાઈસ 40 છે અને લોટ સાઈઝ 3000 છે, જે 24 જુલાઈ 2023 ના રોજ ઓપન થઇ રહ્યો છે અને છેલ્લી તારીખ 26 જુલાઈ 2023 છે.

Khazanchi Jewellers IPO છે, જેની પ્રાઈસ 140 છે, જે 24 જુલાઈ 2023 ના રોજ ઓપન થઇ રહ્યો છે અને છેલ્લી તારીખ 28 જુલાઈ 2023 છે. તેની લોટ સાઈઝ 1000 છે.

Innovatus Entertainment Network IPO છે, જે 25 જુલાઈના રોજ ઓપન થવા જઈ રહ્યો છે અને તેની છેલ્લી તારીખ 27 જુલાઈ છે તેની પ્રાઈસની વાત કરીએ તો 50 છે અને લોટ સાઈઝ 3000 છે.

Shri Techtex Limited (NSE SME) IPO છે, જે 26 જુલાઈના રોજ ઓપન થવા જઈ રહ્યો છે અને છેલ્લી તારીખ 28 જુલાઈ છે, તેની પ્રાઈસ બેન્ડની વાત કરીએ તો 54 – 61 છે, અને લોટ સાઈઝ 2000 ની છે.

 

Leave a Comment

Join Our Whatsapp Group