જો કોઈએ હજુ સુધી ITR નથી ભર્યુ તો શું તેને ઘર માટે લોન ન મળી શકે? જો કોઈની આવક ટેક્સેબલ નથી અને તેને ઈનકમ ટેક્સ રિટર્ન નથી ભર્યો તો શું તે હોમ લોન ન મેળવી શકે?
- ITR ન ભર્યું હોય તો શું ન મળે લોન?
- લોન મેળવવા માટે અલગ છે પ્રક્રિયા
- જાણો તેના વિશે વિગતે
જ્યારે તમે હોમ લોન લેતા પહેલા કોઈની સલાહ લો છો, ત્યારે તમને કહેવામાં આવે છે કે તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન તૈયાર રાખો, કારણ કે આના વિના તમને લોન નહીં મળે. પણ શું ખરેખર એવું છે? જો કોઈ વ્યક્તિએ આજ સુધી ક્યારેય ITR ફાઈલ કર્યું નથી, તો શું તેને હોમ લોન ન મળી શકે?
ITR ફાઈલ ન કર્યું હોય તો શું ન મળે લોન?
આજે અમે તમને આ વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. ધારો કે એક દુકાનદાર છે અને તેની મોટાભાગની આવક રોકડમાં થાય છે. અને તેની આવક હંમેશા તે સ્લેબ કરતા ઓછી થાય છે જ્યાંથી ટેક્સ શરૂ થાય છે. આવી સ્થિતિમાં જો તે હોમ લોન લેવા માંગે છે તો બેંકો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ ના પાડી શકે નહીં. જો તેની આવક કરપાત્ર ન હોય અને તેણે ITR ફાઇલ ન કર્યું હોય તો પણ તે હોમ લોન મેળવી શકે છે.
ઘણી મોટી બેંકો અને HFCs આપે છે લોન
એક્સિસ બેંક, HDFC, ICICI બેંક, આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ, હીરો હાઉસિંગ ફાઇનાન્સ અને પિરામલ હાઉસિંગ ફાઇનાન્સ જેવી કેટલીક મોટી બેંકો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પગારદાર ગ્રાહકોને હોમ લોન આપે છે જેમની આવક કરપાત્ર નથી.
આમાંની મોટાભાગની બેંકો/એચએફસી તેમની પોષણક્ષમ આવાસ યોજના હેઠળ વિશેષ કાર્યક્રમો ચલાવે છે. તમારે આ બેંકો/HFCs અથવા તેમના વેચાણ એજન્ટનો સંપર્ક કરવો પડશે અને અરજી ફોર્મ સબમિટ કરવું પડશે. આ સાથે આધાર કાર્ડ, નિવાસ પ્રમાણપત્ર, બિઝનેસ પ્રૂફ, ફોટોગ્રાફ જેવા જરૂરી દસ્તાવેજો લાવવાના રહેશે.
તમારૂ ખાતુ જોઈ લગાવે છે અંદાજો
આ બેંકો પાસે તમારા કાર્યસ્થળની મુલાકાત લઈને અને તમારા “કાચા ખાતા” તપાસીને તમારી આવક અને ખર્ચ જાણવાની અનોખી રીત છે. જો તમારી પાસે આવું કાચું ખાતું ન હોય તો પણ તેઓ તમારી આવકનું મૂલ્યાંકન કરી શકે છે. આ કિસ્સામાં તેઓ તમારા સ્ટોક, વેચાણ અને ખર્ચના આધારે નિર્ણય લે છે.
બેન્ક આ રીતે આપશે લોન
આ મુલ્યાંકનના આધારે બેંકો તમને લોન આપી શકે છે. તેને તમારી વાસ્તવિક કેશ ઈનકમ માનવામાં આવે છે. આ પછી તમારે તમારા પ્રોપર્ટી પેપર્સની કોપી આપવાની રહેશે. આ પછી બેંક થોડી વધુ તપાસ કરશે અને જો બધું યોગ્ય જણાશે તો તમને ચેક આપશે.
આ ચેક સીધો પ્રોપર્ટી વેચનારને આપવામાં આવે છે. તમારા નામે પ્રોપર્ટી રજીસ્ટર થઈ ગયા પછી, બેંકનો એજન્ટ તમારી સેલ ડીડ અને અન્ય દસ્તાવેજો તેમની કસ્ટડીમાં રાખશે. જ્યારે તમે લોનની સંપૂર્ણ ચુકવણી કરશો, ત્યારે તમને તમારા કાગળો પાછા મળશે.