માત્ર 5 મિનિટ માં પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરો

પાન કાર્ડ સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 31મી માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી છે. જે પણ કોઈ નું પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક નથી કારવેલું તો 31મી માર્ચ 2023 સુધી માં કરાવવાનું રહેશે અને 1000 રૂપિયા દંડ પણ ભરવો પઢશે. જે આવું નહી કરવામાં આવે તો પાન કાર્ડ બંધ થઈ જશે. અને કોઈ જગ્યા તેનો ઉપયોગ કરી શકશો નહીં.

દરેક વ્યક્તિ કે જેને 1લી જુલાઈ 2017ના રોજ પાન કાર્ડ બનાવેલું છે અને તેને આધાર કાર્ડ પણ બનાવ્યું હતું. તે લોકો માટે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 31મી માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી છે. જો કે, તમારે હવે તમારા આધારને PAN કાર્ડ સાથે લિંક કરવા માટે ફી ચૂકવવી પડશે. જો લિંકિંગ 31મી માર્ચ 2023 સુધીમાં કરવામાં આવે તો રૂ. 1000 દંડ ભરવો પડશે. આ તારીખ પછી, જે આવું નહી કરવામાં આવે તો પાન કાર્ડ બંધ થઈ જશે. અને કોઈ જગ્યા તેનો ઉપયોગ કરી શકશો નહીં.  નીચે આપેલા આ લેખમાં પાન કાર્ડ સાથે આધાર લિંક કેવી રીતે કરવું તે વિશે જાણો અને તમારા દસ્તાવેજોને વહેલામાં વહેલી તકે લિંક કરાવો.

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું?

આ બે રીત છે જેના દ્વારા તમે PAN અને આધારને લિંક કરી શકો છો.

  • Income Tax e-filing વેબસાઈટ દ્વારા
  • 567678 અથવા 56161 પર SMS મોકલીને

1) Income Tax e-filing વેબસાઈટ દ્વારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની પ્રોસેસ

STEP 1: પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવા માટે સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે.

STEP 2: ત્યારબાદ તે પેજ માં Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે.

STEP 3: પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને Validate પર ક્લિક કરવાનું રહેશે

STEP 4: ત્યાર બાદ જો તમારે ફી ભરવાની જરૂર હશે તો તમને ફી ભરવા માટે કહેવામાં આવશે નહિતર તમે પાન આધાર લીંક નહીં કરી શકશો.

STEP 5: ત્યાર બાદ તમારે પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર ,આધાર માં જે નામ હોય તે નામ અને મોબાઈલ નંબર લખવાના રહેશે. અને Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે.

STEP 6: ત્યાર બાદ આધાર કાર્ડ પર જે મોબાઈલ નંબર લીંક છે તેના પર OTP આવશે.

STEP 7: OTP દાખલ કર્યા બાદ તમને એક મેસેજ જોવા મળશે જેમાં લખેલું હશે કે તમારું આધાર પાન લીંક ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે તમે પાન આધાર લિંક સ્ટેટસ ચેક કરી શકો છો.

2) SMS મોકલીને PAN ને આધાર સાથે લિંક કરવું

SMS મોકલીને PAN ને આધાર સાથે લિંક કરવા. તમારે નીચે જણાવેલ પગલાંને અનુસરવાની જરૂર છે:

STEP 1: તમારા મોબાઇલ પર UIDPAN 12-અંકનો આધાર 10-અંકનો PAN લખો

STEP 2: તેને 567678 અથવા 56161 પર મોકલો

પાન કાર્ડ આધાર કાર્ડ લિંક સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

પાન કાર્ડ આધાર કાર્ડ લિંક સ્ટેટસ ચેક કરવા માટેના સ્ટેપ નીચે મુજબ છે. (aadhar card pan card link status)

STEP 1: સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે.

STEP 2: ત્યારબાદ તે પેજ માં Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.

STEP 3: પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને View Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.

STEP 4:  પાન કાર્ડ સાથે આધાર કાર્ડ સાથે લિંક છે કે ની તે તમને મેસેજ જોવા મળશે.

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે ફી કેવી રીતે ભરવી?

STEP 1: સૌપ્રથમ https://www.incometax.gov.in/iec/foportal/ income tax પોર્ટલ પાન આધાર લિંક કરવાની વિનંતી સબમિટ કરવા વેબસાઈટ પર જવાનું રહેશે.

STEP 2: ત્યાર બાદ તમારે e-Pay Tax બટન પર ક્લિક કરવાનું રહેશે.

STEP 3: ત્યાર બાદ તમારે પહેલા ઓપ્શન Income Tax માં Proceed બટન પર ક્લિક કરવાનું રહેશે.

STEP 4: ત્યાર બાદ Assessment Year 2023-24 એટલે આવતું વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે. અને Type of Payment માં તમારે Other Receipt 500 સિલેક્ટ કરવાનું રહેશે. પછી Continue બટન પર ક્લિક કરવાનું રહેશે

STEP 5: પછી તમારી સામે ટોટલ કેટલું પેમેન્ટ કરવાનું છે તે જોવા મળશે. અત્યારે 1000 પેમેન્ટ કરવાનું છે તો તે આવશે. પછી Continue બટન પર ક્લિક કરવાનું રહેશે.

STEP 6: ત્યાર બાદ તમારી સામે પેમેન્ટ માટે ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેવી રીતે પેમેન્ટ કરવા માંગો છો તેનાથી પેમેન્ટ કરી શકો છો (નેટ બૅન્કિંગ , Debit card , Credit Card, Payment gateway)

STEP 7: ત્યાર બાદ તમારે ચેકબોકસ સિલેક્ટ કરી ને Submit to Bank બટન પર ક્લિક કરવાનું રહેશે.

પછી તમારું Payment successfull થઈ જશે અને મેસેજ પણ જોવા મળશે અને તમે પેમેન્ટ રીસિપ્ટ પણ Download કરી શકો છો.

તમારા PAN ને આધાર સાથે લિંક કરવાના ફાયદા

તમારા PAN ને આધાર સાથે લિંક કરવાના કેટલાક ફાયદાઓ છે:

  • તે વ્યક્તિ પાસે એક કરતાં વધુ PAN કાર્ડ હોવાની શક્યતાને દૂર કરે છે.
  • આધારને PAN સાથે લિંક કરવાથી આવકવેરા વિભાગ કોઈપણ પ્રકારની કરચોરીને કાળજીપૂર્વક શોધી શકે છે.
  • આવકવેરા રિટર્ન ભરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની જાય છે કારણ કે વ્યક્તિએ તેમના આવકવેરા રિટર્ન ફાઈલ કર્યા હોવાનો કોઈ પુરાવો આપવાની જરૂર નથી.
  • તમારા આધારને PAN સાથે લિંક કરવાથી બાદમાં રદ થતા અટકાવશે.

મહત્વપૂર્ણ લિંક

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ  31 માર્ચ 2023
Official Website  https://eportal.incometax.gov.in
Home Page Click here

 

Leave a Comment

Join Our Whatsapp Group