મતદાર યાદી 2022 | ગુજરાત CEO વિભાગ દ્વારા તેની સત્તાવાર વેબસાઇટ પર ગુજરાત ચૂંટણી યાદી 2022 જાહેર કરવામાં આવી છે. આ મતદાર યાદી અનુસાર, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે, જેમાં 1417 ટ્રાન્સજેન્ડર મતદારોનો સમાવેશ થાય છે.
જેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11,62,528 નવા મતદારો નોંધાયા છે.
ગુજરાત ચૂંટણી મતદાર યાદી 2022 વિગતો
યોજનાનું નામ: | ગુજરાત મતદાર યાદી |
કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું: | ગુજરાત સરકાર |
લાભાર્થી : | ગુજરાતના નાગરિકો |
ઉદ્દેશ્ય : | તમામ મતદારોની યાદી ઉપલબ્ધ કરાવવી |
સત્તાવાર વેબસાઇટ: | https://ceo.gujarat.gov.in/Default |
વર્ષ: | 2022 |
રાજ્ય: | ગુજરાત |
અરજી કરવાની રીતઃ | ઓનલાઈન/ઓફલાઈન |
ગુજરાત સુધારેલ મતદાર યાદી 2022
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ 10મી ઓક્ટોમ્બર, 2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદીમાં 18 થી 19 વર્ષના 4.61 લાખથી વધુ યુવા મતદારોએ નોંધાયા છે. જેમાંથી 2.68 લાખથી વધુ યુવા પુરુષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ મતદારયાદીમાં મતદાન મથકનો નંબર અને નામ, મતદાન મથકનું સ્થળ અને સરનામું, મતદારોની સંખ્યા વગેરે વિગતો આ મતદાર યાદીમાં સમાવવામાં આવી છે.
ગુજરાત મતદાર યાદી 2022 ડાઉનલોડ કઈ રીતે કરશો?
સ્ટેપ : 1 નેશનલ વોટર સર્વિસ પોર્ટલ (NVSP) ની વેબસાઇટની મુલાકાત લો – https://www.nvsp.in/
સ્ટેપ : 2 મતદાર યાદીમાં શોધ વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ : 3 એક નવું વેબપેજ ખુલશે, જ્યાં તમારે તમારી વિગતો દાખલ કરવાની રહેશે.
સ્ટેપ : 4 હવે, નવું વેબપેજ તમને મતદાર યાદીમાં નામ તપાસવાની બે રીતો બતાવશે.
સ્ટેપ : 5 સર્ચ કરવાનો પહેલો વિકલ્પ આ છે, જેમાં તમારે તમારું નામ, પિતા/પતિનું નામ, ઉંમર, જન્મ તારીખ અને જાતિ દાખલ કરવી પડશે.
સ્ટેપ : 6 માહિતી દાખલ કર્યા પછી, તમારે તમારા રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર દાખલ કરવું પડશે.
સ્ટેપ : 7 શોધવાનો બીજો વિકલ્પ EPIC નંબર દ્વારા શોધવાનો છે. આ પ્રક્રિયામાં, તમારે તમારો EPIC નંબર અને રાજ્ય દાખલ કરવું પડશે.
મહત્વપૂર્ણ લિંંક:
તમારા ગામ કે વિસ્તાર ની મતદાર યાદી | અહિ ક્લિક કરો |
મતદાર યાદીમાં તમારું નામ ચેક કરવા માટે | અહિ ક્લિક કરો |
ગુજરાત ચૂંટણી પંચ માં મતદાર યાદીમાં નામ તપાસો | અહિ ક્લિક કરો |
વોટર હેલ્પ લાઇન એપ્લીકેશન | અહિ ક્લિક કરો |
હોમ પેજ | અહિ ક્લિક કરો |