નાળીયેર ની ચટણી બનાવવા ની એકદમ સરળ રીત
દક્ષીણ ભારતમાં ભોજન ની સાથે નાળિયેરની ચટણી જરૂર હોય છે. આ ઉપરાંત ઈડલી - ઢોંસા સાથે પણ નાળિયેરની ચટણી લોકો ખાવી ખુબ પસંદ કરે છે.
ફાયદા
નાળિયેરની ચટણી ખાવાથી વજન ઘટે છે અને લોહીનું પ્રમાણ વધે છે.એટલું જ નહિ નાળીયેર કે તેની ચટણી ખાવાથી ઈમ્યૂનીટી પણ બુસ્ટ થાય છે.
એકદમ સરળ રેસિપી
જો આપ પણ નાળિયેરની ચટણી ખાવા ઇચ્છો છો તો, તેને ઘરે ઝ ડપથી બનાવી શકો છો.તેની રેસિપી ખુબ જ સરળ છે માત્ર 15-20 મિનિટ માં ચટણી બની જશે
સામગ્રી
નાળિયેરની ચટણી માટે જોઈશે,નાળીયેર,મગફળીના બી,આદુ, રાઇ,લીલા મરચા,સૂકા મરચાં,મીઠું,જીરું અને થોડું તેલ
બનાવવાની રીત
પેલા નાળિયેરને સરખી રીતે છોલીને તેને મગફળી, આદુ,લીલા મરચા સાથે ક્રશ કરી લો .
સ્ટેપ 1
નાળિયેરની પેસ્ટ માં થોડું મીઠું નાખો.
સ્ટેપ 2
હવે એક કડઈમાં તેલ ગરમ કરો અને તેમાં સૂકા લાલ મરચા અને રાઇ નાખી વઘાર કરો
સ્ટેપ 3
હવે કડા ઇ માં નાખી ને એને થોડીવાર સુધી હલાવો.
તૈયાર થઇ ગઇ તમારી નાળિયેરની ચટણી
ચટણી ને ફ્રીઝ માં સ્ટોર કરી શકો છો
આવી જ વધારે માહિતી માટે અહી ક્લિક કરો