UPSC Recruitment 2022: સરકારી નોકરી માટે તક, UPSCમાં 54 જગ્યાઓ માટે ભરતી; 29 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ડેપ્યૂટી ડિરેક્ટર અને અન્ય હોદ્દાઓની ખાલી જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવાર જે આ હોદ્દાઓ માટે અરજી કરવા માંગે છે, તેઓ UPSCની માન્ય વેબસાઈટ upsc.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

આ ઉપરાંત ઉમેદવાર સીધા જ આ લિંક https://www.upsc.gov.in/ પર ક્લિક કરીને આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. આ સાથે જ લિંક UPSC Recruitment 2022 Notification PDF દ્વારા તે સત્તાવાર માહિતી પણ મેળવી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ 54 જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી આવશે.

UPSC Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખો

અરજી કરવા માટેની છેલ્લી તારીખ – 29 સપ્ટેમ્બર

UPSC Recruitment 2022 માટે જગ્યાઓનું વિતરણ

હોદ્દાઓની કુલ સંખ્યા – 54

સીનિયર પ્રશિક્ષકઃ 1 પોસ્ટ

ડેપ્યૂટી ડિરેક્ટરઃ 1 પોસ્ટ

વૈજ્ઞાનિકઃ 9 પોસ્ટ

જૂનિયર વૈજ્ઞાનિક અધિકારીઃ 1 પોસ્ટ

શ્રમ અમલીકરણ અધિકારીઃ 42 પોસ્ટ

UPSC Recruitment 2022 માટે યોગ્યતાના માપદંડ

ઉમેદવારો પાસે સત્તાવાર સૂચનાઓમાં જણાવ્યા અનુસાર યોગ્યતા હોવી જોઈએ.

UPSC Recruitment 2022 માટે અરજી ફી

ઉમેદવારોએ અરજી ફીના રૂપમાં 25 રૂપિયા ચૂકવવા પડશે. SC\ST\PWBD મહિલા ઉમેદવારો માટે કોઈ અરજી ફી નથી. અરજી ફીની ચૂકવણી માત્ર રોકડ અથવા SBIની નેટ બેન્કિંગ સુવિધાનો ઉપયોગ કરીને અથવા વીજા\માસ્ટર ક્રેડિટ\ડેબિટ કાર્ડ દ્વારા કરી શકાશે.

Leave a Comment

Join Our Whatsapp Group