ICG Recruitment: ICGએ વિવિધ 322 પોસ્ટ માટે બહાર પાડી ભરતી, આ તારીખથી કરી શકશો અરજી

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ(ICG Recruitment 2022) દ્વારા 01/2023 બેચ માટે 08 સપ્ટેમ્બર, 2022થી નાવિક (જનરલ ડ્યુટી), નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ) અને યાંત્રીક (ડોમેસ્ટિક બ્રાન્ચ)ની પોસ્ટ joinindiancoastguard.gov.in પર ભરતી (Recruitment in Navik & Yantrik) માટે પુરુષ ઉમેદવારો પાસેથી 8 સપ્ટેમ્બર 2022થી ઓનલાઇન અરજી (Apply Online)ઓ મંગાવવામાં આવી રહી છે. આઇસીજી કોસ્ટ ગાર્ડ રજિસ્ટર્ડ પર્સોનલ ટેસ્ટ (CGEPT) તરીકે ઓળખાતા ઉમેદવારોની ઓનલાઇન પસંદગી હાથ ધરશે. જે નવેમ્બર 2022ના મધ્યમાં અથવા અંતમાં લેવામાં આવશે. ત્યારબાદ સ્ટેજ 2 અને સ્ટેજ 3ની પરીક્ષા લેવામાં આવશે.

મહત્વની તારીખો

નાવિક યાંત્રિક માટે પ્રારંભિક તારીખ – 8 સપ્ટેમ્બર, 2022

અંતિમ તારીખ – 22 સપ્ટેમ્બર, 2022

નાવિક યાંત્રિક સ્ટેજ 1 પરીક્ષા – નવેમ્બર -2022

નાવિક યાંત્રિક સ્ટેજ 2 પરીક્ષા – જાન્યુઆરી, 2023

નાવિક યાંત્રિક સ્ટેજ 3 પરીક્ષા – એપ્રિલ-મે 2023

પરીક્ષા કેન્દ્ર – પરીક્ષાના 10 દિવસ પહેલા

એડમિટ કાર્ડ – પરીક્ષાના 2-3 દિવસ પહેલા

શૈક્ષણિક લાયકાત

નાવિક (જનરલ ડ્યુટી) – કાઉન્સિલ ઓફ બોર્ડ્સ ફોર સ્કૂલ એજ્યુકેશન (COBSE) દ્વારા માન્યતા પ્રાપ્ત એજ્યુકેશન બોર્ડમાંથી મેથ્સ અને ફિઝીક્સ સાથે 10+2 પાસ.

નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ) – કાઉન્સિલ ઓફ બોર્ડ્સ ફોર સ્કૂલ એજ્યુકેશન (સીઓબીએસઈ) દ્વારા માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાંથી ધોરણ 10 પાસ.

યાંત્રિક – કાઉન્સિલ ઓફ બોર્ડ્સ ફોર સ્કૂલ એજ્યુકેશન (સીઓબીએસઈ)માંથી ધોરણ 10 પાસ અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (એઆઇસીટીઇ) દ્વારા માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાંથી 03 અથવા 04 વર્ષનો ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ / મિકેનિકલ / ઇલેક્ટ્રોનિક્સ / ટેલિકમ્યુનિકેશન્સ (રેડિયો / પાવર) એન્જિનિયરિંગ પાસ .

અથવા

કાઉન્સિલ ઓફ બોર્ડ્સ ફોર સ્કૂલ એજ્યુકેશન (COBSE) દ્વારા માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાંથી ધોરણ 10 અને ધોરણ 12મું પાસ થયું છે, “અને” ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (એઆઇસીટીઇ) દ્વારા માન્ય ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ / મિકેનિકલ / ઇલેક્ટ્રોનિક્સ / ટેલિકમ્યુનિકેશન્સ (રેડિયો / પાવર) એન્જિનિયરિંગમાં 02 અથવા 03 વર્ષનું એન્જિનિયરિંગ.

આ પોસ્ટ પર થશે ભરતી

નાવિક (જીડી) – 225

નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ) – 40

યાંત્રિક (મિકેનિકલ) -16

યાંત્રિક (ઇલેક્ટ્રિકલ) – 10

યાંત્રિક (ઇલેક્ટ્રોનિક્સ) – 09

 

પગાર ધોરણ

નાવિક (જનરલ ડ્યુટી) – રૂ. 21,700 (પે લેવલ – 3)

નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ) – રૂ. 21,700 (પે લેવલ -3)

યાંત્રિક – રૂ. 29,200 (પે લેવલ – 5)

વય મર્યાદા – 18 વર્ષથી 22 વર્ષ

પસંદગી પ્રક્રિયા

સ્ટેજ 1 – લેખિત પરીક્ષા

સ્ટેજ 2 – ફિઝીકલ ફીટનેસ ટેસ્ટ (પાસ/નાપાસ), ડોક્યુમેન્ટ વેરીફીકેશન (પાસ/ફેઇલ), મેડિકલ એક્ઝામિનેશન (પાસ/ફેઇલ).

સ્ટેજ 3 – ડોક્યુમેન્ટ વેરીફીકેશન, આઇએનએસ ચિલ્કા ખાતે ફાઇનલ મેડિકલ્સ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિશન, પોલીસ વેરિફિકેશન અને અન્ય એસોસિએટેડ ફોર્મ્સ.

સ્ટેજ 4 – જે ઉમેદવારો ત્રીજો તબક્કો પાસ કરે છે અને ઉપલબ્ધ ખાલી જગ્યાઓ મુજબ યોગ્ય ઠરે છે, તેઓને આઈએનએસ ચિલ્કામાં તાલીમ માટે કામચલાઉ ધોરણે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ઉમેદવારોએ તમામ અસલ દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે અને બોર્ડ / યુનિવર્સિટીઓ / રાજ્ય સરકાર દ્વારા તમામ અસલ દસ્તાવેજોની ચકાસણી ભારતીય તટરક્ષક દ્વારા હાથ ધરવામાં આવશે. જો દસ્તાવેજો સંબંધિત બોર્ડ/યુનિવર્સિટીઓ/રાજ્ય સરકાર દ્વારા અસલી ન હોવાનું જણાવવામાં આવે તો ઉમેદવારને સેવામાંથી બરતરફ કરવામાં આવશે.

કઇ રીતે કરશો અરજી?

ઉમેદવારોએ તેમના ઇ-મેઇલ આઇડી / મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને joinindiancoastguard.cdac.in પર રજીસ્ટ્રેશન કરાવવાંનું રહેશે. ઉમેદવાર એક રાઉન્ડમાં નાવિક (ડીબી) અથવા નાવિક (જીડી) અથવા યાન્ટ્રિક (મિકેનિકલ) અથવા યંટ્રિક (ઇલેક્ટ્રિકલ) અથવા યાન્ટ્રિક (ઇલેક્ટ્રોનિક્સ) એમ ફક્ત એક જ પોસ્ટ માટે અરજી કરી શકે છે.

અરજી ફી – રૂ. 250 (SC/ST માટે કોઇ ફી નથી)

Leave a Comment

Join Our Whatsapp Group