IB Recruitment 2022 : IBમાં વિવિધ 157 પોસ્ટ પર ભરતીની જાહેરાત, જાણો લાયકાત અને અરજી પ્રક્રિયા અંગે

ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs)હેઠળના ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)એ ડેપ્યુટી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર (DCIO) રેન્ક સહિત વિવિધ 157 ઉચ્ચ સ્તરીય પદો પર ભરતી (job)માટે અરજીઓ મંગાવી છે. ગેઝેટેડ રેન્ક (ગ્રુપ એ)ના અધિકારીઓ આ પદો માટે અરજી કરવા માટે પાત્ર છે. આ પોસ્ટ માટે ઉમેદવારોએ જાહેરાત પ્રકાશિત થયાની તારીખ (27 ઓગસ્ટ)થી 60 દિવસની અંદર તેમની અરજી સબમિટ કરવાની રહેશે. અહીં ભરતી પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી છે.

નોકરીનો સમયગાળો

નોકરીમાં ડેપ્યુટશનની લઘુત્તમ મુદત 3 અથવા 5 વર્ષ રહેશે અને તે વધુમાં વધુ 7 વર્ષ સુધી લંબાવી શકાય છે.

કઈ જગ્યાઓ પર કેટલી જગ્યા ભરાશે?

ડેપ્યુટી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર – 110

ડેપ્યુટી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર/ટેક – 7

ડેપ્યુટી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર/ટેક-ટેલિ – 1

સિનિયર રિસર્ચ ઓફિસર – 2

અડવાઇઝર/ટેક – 1

ડેપ્યુટી ડિરેક્ટર/ટેક – 2

એડિશનલ ડેપ્યુટી ડિરેક્ટર/ક્રિપ્ટો – 1

જોઈન્ટ ડેપ્યુટી ડાયરેકટર – 13

આસિસ્ટન ડાયરેક્ટર – 20

કુલ – 157

યોગ્યતા માપદંડ

ગેઝેટેડ રેન્ક (ગ્રુપ એ)ના અધિકારીઓ ઉપરોક્ત પદો માટે અરજી કરવા માટે પાત્ર છે. તેઓએ જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 60 દિવસની અંદર તેમની અરજી સબમિટ કરવાની રહેશે. ડેપ્યુટશનની લઘુત્તમ મુદત 3 કે 5 વર્ષ રહેશે અને તે વધુમાં વધુ 7 વર્ષ સુધી વધારી શકાશે.

પગારધોરણ કેટલું છે?

સ્પેશિયલ સિક્યોરિટી અલાઉન્સ – બેઝિક પગારના 20 ટકા

યુનિફોર્મ અલાઉન્સ – રૂ. 10000/-

બાળકોના શિક્ષણ માટે અલાઉન્સ – 27000 રૂપિયા

અરજી કેવી રીતે કરવી?

છેલ્લા ડેપ્યુટેશન (જો લાગુ પડતું હોય તો)થી 3 વર્ષ સુધી કુલિંગ-ઓફ પિરિયડ પૂર્ણ કર્યો હોય અને આ પહેલાં 1 થી વધુ ડેપ્યુટેશન કરાવ્યું ન હોય તેવા ઇચ્છુક અને લાયક અધિકારીઓ પોતાની અરજી મદદનીશ નિયામક / જી -3, ઇન્ટેલિજન્સ બ્યુરો, ગૃહ મંત્રાલય, 35 એસ પી માર્ગ, બાપુ ધામ, નવી દિલ્હી-110021 ખાતે મોકલી શકે છે. તેઓએ નીચે મુજબના ડોક્યુમેન્ટ જોડવાના રહેશે.

બાયો-ડેટા (એમએચએની વેબસાઈટ પર અપાયેલા પરિશિષ્ટ-બી મુજબ) આપવાનો રહેશે. તેમજ છેલ્લાં પાંચ વર્ષથી અપડેટેડ એસીઆરની પ્રમાણિત નકલો, વિજિલન્સ ક્લિયરન્સ એન્ડ ઇન્ટિગ્રિટી સર્ટિફિકેટ, જેના પર કેડર કન્ટ્રોલિંગ ઓથોરિટી દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હોવા જોઈએ અને તેમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન અધિકારીઓ પર લાદવામાં આવેલા નાના મોટા દંડની વિગતોનો ઉલ્લેખ પણ હોવો જોઈએ.

Leave a Comment

Join Our Whatsapp Group