યુટ્યુબ થી પૈસા કેવી રીતે કમાવવા?

Earn Money From YouTube : ઘણા લોકો યુટ્યુબને વિડિયો જોવા માટે ઉપયોગ કરે છે અને ઘણા લોકો યુટ્યુબ પર વિડિયો અપલોડ કરીને પૈસાની કમાણી કરે છે. ઓનલાઇન યુટ્યુબ આવક માટેનો એક ઘણો મોટો સ્ત્રોત છે જેના વિશે આજે આપણે વાત કરવાના છીએ.

યુટ્યુબ પરથી ઓનલાઇન પૈસા કમાવાના ઘણા રસ્તા છે જેમાંથી અમે તમને આજે લોકપ્રિય 8 રસ્તા વિશે વાત કરીશું અને તમારે તેને ધ્યાનની સમજવાનું છે.

યુટ્યુબ પર કમાણી કરવાના 8 રસ્તા – How to Make Money on YouTube in India

1. યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ – Earn Money From YouTube Partner Program

યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ યુટ્યુબનો એક પૈસા કમાવવાનો રસ્તો છે જેમાં તમારે યુટ્યુબ પર એક ચેનલ બનાવવાની હોય છે.

  • તે ચેનલમાં 1000 જેટલા Subscribers હોવા જોઈએ.
  • 4000 જેટલા કલાકોનો ટોટલ સમય તમારા વિડિયો દ્વારા જોવાયો હોવો જોઈએ. (તમારા વિડિયો પબ્લિક હોવા જોઈએ તો તેનો જ Watch Time ગણતરીમાં લેવામાં આવશે.)
  • તમારી ચેનલ યુટ્યુબના નિયમોને અનુસરતી હોવી જોઈએ.
  • તમારા તે યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા ગૂગલ એકાઉન્ટમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન ચાલુ હોવું જોઈએ.

ઉપરની જરૂરિયાતો પૂર્ણ કર્યા બાદ તમે તમારી યુટ્યુબ ચેનલને યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ માટે એપ્લાઈ કરી શકો છો. યુટ્યુબની ટિમ તમારી ચેનલને રિવ્યૂ પણ કરશે, ચેક કરશે અને જો ચેનલમાં કોઈ સમસ્યા નહીં હોય તો તમારી ચેનલને પાર્ટનર પ્રોગ્રામમાં શામેલ કરી લેવામાં આવશે.

જ્યારે તમારી યુટ્યુબ ચેનલ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામમાં શામેલ થશે ત્યારે તમારા યુટ્યુબ વિડિયો પર જે પણ જાહેરાતો આવશે તેના પૈસા તમને તમારા બેન્ક એકાઉન્ટમાં મળશે. 68% કમાણી તમને મળશે અને બીજી કમાણી યુટ્યુબ પાસે જશે.

યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ માટે તમારે Google Adsense તમારા યુટ્યુબ ચેનલ સાથે જોડવું પડશે જેના દ્વારા તમે બેન્ક એકાઉન્ટ જોડી શકશો અને તેના દ્વારા કમાણી પોતાના બેન્ક એકાઉન્ટ લઈ શકશો.

Google Adsense માં તમારી ઓળખને પણ વેરિફાય કરવામાં આવશે.

મિત્રો આ રીતે યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ કામ કરે છે.

2. યુટ્યુબ શોર્ટ્સ ફંડ – Earn From YouTube Shorts Fund

યુટ્યુબ પર તમે 30 થી 60 સેકન્ડના શોર્ટ્સ વિડિયો દ્વારા પણ કમાણી કરી શકો છો. યુટ્યુબ પર જે લોકો સારા પોતાના અસલી શોર્ટ્સ વિડિયો બનાવે છે તેમણે દર મહિને કઈકને કઈક પૈસા મળે છે જેમાં 100$ 200$ વગેરે જેટલી કમાણી હોય છે.

યુટ્યુબએ આનો કોઈ માપદંડ નથી આપ્યો પણ તમારી ચેનલ પર તમે જે શોર્ટ્સ વિડિયો બનાવો છો તે કન્ટેન્ટ તમારું પોતાનું હોવું જોઈએ અને યુટ્યુબ ટિમ પોતાની જાતે જ અલગ-અલગ સારા શોર્ટ્સ બનાવનાર ક્રિએટરને ઈમેલ દ્વારા તેમના શોર્ટ્સ બોનસની જાણ કરે છે.

ત્યારબાદ તે યુટ્યુબર અમૂક પ્રોસેસને અનુસરી તે કમાણીને પોતાના બેન્ક એકાઉન્ટમાં મેળવે છે.

આમાં એક સમસ્યા છે કે એવું નક્કી નથી હોતું કે તમે શોર્ટ્સ વિડિયો બનાવશો અને યુટ્યુબ ટિમ ક્યારે તમને ઈમેલ કરે, તમારે વિડિયો રેગ્યુલર બનાવતા રહેવું પડે છે અને તેમાં વધારે Views પણ આવવા જોઈએ. તમારો વિડિયો તમારો પોતાનો હોવો જોઈએ.

3. યુટ્યુબ પર અફિલિએટ માર્કેટિંગ – Make Money on YouTube From Affiliate Marketing

Affiliate Marketing એટલે તમે યુટ્યુબ પર વિડિયો બનાવતા હોય અને તમને જોવા વાળા ઘણા વધારે દર્શકો હોય ત્યારે તમે કોઈ એવી વેબસાઇટના Affiliate પ્રોગ્રામમાં જોડાઈને તેમના પ્રોડક્ટની લિન્ક તમારા યુટ્યુબ વિડિયોમાં મૂકીને તેનું વેચાણ વધારો અને જેટલા લોકો તે તમારી લિન્ક દ્વારા ખરીદશે એ હિસાબે તમને તે પ્રોડક્ટના ભાવના અમુક ટકા કમિશન રૂપે પૈસા મળે છે.

અત્યારે ઘણી બધી વેબસાઇટ અથવા કંપનીઓ પોતાના Affiliate Program લોન્ચ કરે છે જેમાં ઘણા યુટ્યુબર જોડાય છે અને તેમના પ્રોડક્ટના વેચાણને વધારીને તે કંપનીને પણ ફાયદો આપે છે અને પોતે પણ તેમાંથી કમિશન કમાય છે.

ઘણા બધા અત્યારે Affiliate પ્રોગ્રામ હોય છે જેમાં સૌથી લોકપ્રિય Amazon Affiliate Program હોય છે. તમારે હમેશા પ્રયત્ન કરવો જોઈએ કે તમે તમારા દર્શકોને કોઈ ખોટી કંપનીની લિન્ક ન આપો.

4. પોતાના પ્રોડક્ટનું વેચાણ યુટ્યુબ પર – Sell Product on Youtube in Gujarati

જો તમારું કોઈ પ્રોડક્ટ હોય જેમ કે કોઈ ટી-શર્ટ, કપ વગેરે અથવા કોઈ ડિજિટલ પ્રોડક્ટ હોય જેમ કે ebook, કોર્સ વગેરે તો તમે યુટ્યુબ પર ચેનલ બનાવીને તેમાં વિડિયો અપલોડ કરીને બધા લોકોને જોડી શકો છો અને જ્યારે તમને જોવા વાળા વધારે લોકો હશે ત્યારે તમે તમારા પ્રોડક્ટનું માર્કેટિંગ યુટ્યુબ પર મફત કરી શકો છો.

તમે તમારા દર્શકોને તમારા પ્રોડક્ટ વિશે જાણ કરીને તેમણે તેના વિશે સમજાવીને તમારું પ્રોડક્ટ એમને વેચી શકો છો અને આનાથી તમને તમારું પ્રોડક્ટ વેચીને કમાણી થશે.

5. યુટ્યુબ પર બ્રાન્ડ પાર્ટનરશિપ – Brand Partnerships on Youtube in Gujarati

જો યુટ્યુબ પર તમને જોવા વાળા ઘણા વધારે લોકો હોય અને તમારી ચેનલની લોકપ્રિયતા અને તમારા પર લોકોનો વિશ્વાસ વધતો જાય તો તમે તેમણે પણ ઉપયોગી થાય એવું પ્રોડક્ટ કોઈ કંપનીનું બતાવી શકો છો.

તમે કોઈ કંપની સાથે પાર્ટનરશીપ કરી શકો છો કે જેમાં તમે તમારા 10 મિનિટના વિડિયોમાં 30-40 સેકન્ડ તે કંપનીના પ્રોડક્ટ વિશે બોલશો જેના દ્વારા તે કંપનીના પ્રોડક્ટનું માર્કેટિંગ તમારા વિડિયો દ્વારા થશે અને તે કંપનીના પ્રોડક્ટનું વેચાણ વધશે જેમાં તે કંપની તમને પૈસા આપશે.

હવે તે કંપની તમને કેટલી રકમ આપશે તે તમારા ચેનલના સબ્સક્રાઇબર, તેમાં દર્શકોની સંખ્યા, લોકોનો તમારા પર વિશ્વાસ એના આધાર પર અને બીજા ઘણા માપદંડ પર નક્કી થાય છે.

એક વખત તમને જોવાવાળા સંખ્યા વધે એટલે તમે સામેથી કોઈ કંપનીને ઈમેલ કરી શકો છો અને તમને સામેથી કોઈ કંપની પણ ઈમેલ કરી શકે છે જેમાં તમારે સારા પ્રોડક્ટને જ પોતાના દર્શકો સામે મૂકવાનું છે જેથી તેમનો વિશ્વાસ તમારા ઉપર બની રહેશે.

6. મેમ્બરશીપ – Membership

એક વખત દર્શકો તમારા પર વિશ્વાસ કરે ત્યારબાદ તમે તમારી કોઈ અન્ય વેબસાઇટ પર અથવા યુટ્યુબ પર જ લોકો પાસે દર મહિને અમુક ચાર્જ વસૂલીને જેમ કે 50, 100, 159 જેટલા વગેરે રૂપિયા દ્વારા તેમણે તમે અલગથી વધારાની વસ્તુ આપી શકો, વધારાનું કન્ટેન્ટ તે ચાર્જ લીધા બદલ આપી શકો છો.

ઉદાહરણ તરીકે જો તમે 50 રૂપિયાનો ચાર્જ રાખો છો અને તેમાં લગભગ 1000 જેટલા લોકો પણ જોડાય તો તેમાં એક મહિનાની તમારી કમાણી 50 હજાર જેટલી હશે.

પણ તમારે લોકોને સારું કન્ટેન્ટ એકસ્ટ્રા આપતું રહેવું પડશે તો તેના માટે લોકો તમને દર મહિને અમુક ચાર્જ આપશે.

જો તમારે યુટ્યુબ પર જ આ ચેનલ મેમ્બરશીપનું ફીચર જોઈએ તો તમારી ચેનલ પર 1000 સબ્સક્રાઇબર હોવા જોઈએ અને તમારી ચેનલ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામમાં શામેલ હોવી જોઈએ.

7. પોતાની સેવા વેચો યુટ્યુબ પર – Sell Your Service on YouTube

જો તમે અમુક સર્વિસ આપતા હોય જેમ કે તમને વિડિયો એડિટિંગ કરતાં આવડે છે અને તમે ક્લાઈન્ટ માટે વિડિયો એડિટ કરીને આપતા હોય તો તમે તમારી વિડિયો એડિટિંગ સ્કિલના વિડિયો યુટ્યુબ પર અપલોડ કરીને પોતાના કામને વધારે લોકો સુધી પહોચાડી શકો છો.

તમે યુટ્યુબ પર જેમ તમારા વિડિયો એડિટિંગ સ્કિલને બતાવશો એટલે ઘણા નવા ક્લાઈન્ટ તમને સંપર્ક કરશે અને તમને વિડિયો એડિટિંગને લગતું કામ આપશે અને તે કામ બદલ તમને પૈસા પણ મળશે.

તમને કોઈ પણ એવી આવડત આવડતી હોય અને જો તમે તેની કોઈ સર્વિસ આપો છો તો તમે યુટ્યુબ પર પોતાના કામને લગતા વિડિયો અપલોડ કરીને વધારે ક્લાઈન્ટ સાથે કનેક્ટ થઈ શકો છો અને કમાણી કરી શકો છો.

આ વિડિયો એડિટિંગ અહી ઉદાહરણ માટે લીધું છે બાકી તમારી પાસે કોઈ અન્ય આવડત પણ હોય શકે છે અને ઘણા લોકો પાસે નવી-નવી અલગ-અલગ આવડત હોય છે.

8. લાઈવ સ્ટ્રીમ – Live Stream

યુટ્યુબ પર તમે લાઈવ સ્ટ્રીમ કરી શકો છો જેમાં તમારે યુટ્યુબ પર લાઈવ પોતાના દર્શકો સાથે વાત-ચિત કરવાની હોય છે અને તેમાં તમે અલગ-અલગ એક્ટિવિટી પણ કરી શકો છો, તેમના સવાલોના જવાબો આપી શકો છો. ઘણી વખત લોકોને જો તમારી લાઈવ સ્ટ્રીમ ગમે છે અથવા તમને તમારું કન્ટેન્ટ ગમે છે તો તેઓ તમને સુપર-ચેટ દ્વારા તમને પૈસા મોકલે છે.

આ સુપરચેટ ફીચર તમારા યુટ્યુબ ચેનલ પર ચાલુ હોવું જોઈએ જેના માટે તમારું ચેનલ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામમાં શામેલ હોવું જોઈએ જેના દ્વારા તમે આવી રીતે લાઈવ સ્ટ્રીમ કરી શકો છો અને લોકોને જો તમારી લાઈવ સ્ટ્રીમ ગમશે તો તેઓ તમને પૈસા પણ મોકલશે.

આશા છે કે આજે તમને યુટ્યુબ પર કમાણી કરવાના ઘણા અલગ-અલગ રસ્તાઓ વિશે જાણવા મળ્યું હશે. તમારા મિત્રો સાથે પણ આ જાણકારી શેર કરજો.

Leave a Comment

Join Our Whatsapp Group