ફક્ત ૫૦ રૂપિયામાં ૧૦૦૦ કિલોમીટર સુધી ચાલશે આ ઇલેક્ટ્રિક સાઇકલ, ફોનની જેમ કરી શકાય છે રિચાર્જ

 થોડા વર્ષો પહેલા કોઈએ વિચાર્યું પણ ન હતું કે આવનારા થોડા વર્ષોમાં ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનો વેપાર આટલો ઝડપ પકડી લેશે. બધાને એવું લાગતું હતું કે આ ગાડીને ચાર્જ કરવી કેટલી મુશ્કેલીનું કામ હશે. જોકે ઇંધણ થી ચાલવા વાળી ગાડીને પેટ્રોલ-ડીઝલ ભરાવીને ઈચ્છો ત્યાં દોડાવો. પરંતુ હવે લોકોની હાલત અને દૃષ્ટિકોણ બંને જ બદલાઈ રહ્યા છે. જે રીતે પેટ્રોલ-ડીઝલ કિંમતમાં વધારો અને સરકારે ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી આપવાની શરૂઆત કરી છે, તેનાથી બદલાવ દેખાઈ રહ્યો છે.

સોસાયટી ઓફ મેન્યુફેક્ચર્સ ઓફ ઇલેક્ટ્રિક વ્હિકલ પ્રમાણે વર્ષ ૨૦૨૦ લોકડાઉનને કારણે ભલે પડકારજનક રહ્યું. પરંતુ આ વર્ષે ઈલેક્ટ્રીક વાહનોના વેચાણમાં ૨૦ ટકા વધારો થયો છે. કારણ કે લોકડાઉન પછી દરેક પોતાના વાહનથી સફર કરવા ઈચ્છે છે. તેવામાં જ્યારે પેટ્રોલ-ડીઝલ ની કિંમતો સતત વધતી જઈ રહી છે. તો ઇલેક્ટ્રિક વાહન લોકો પાસે એક વિકલ્પ બનીને આવ્યો છે. તેવામાં લોકો ઈલેક્ટ્રીક ગાડી ખરીદવામાં ઘણી દિલચસ્પી બતાવી રહ્યા છે.

અતુલ્ય મિત્તલે શરૂ કર્યો સ્ટાર્ટ-અપ

પુણે સ્થિત Nexzu Mobility એક સ્ટાર્ટઅપ છે,જે ઇન્ડિયામાં ઈ-સાઇકલ બનાવે છે અને ૨૦૧૫માં અતુલ્ય મિત્તલે શરૂ કર્યો હતો. અતુલ્ય હાવર્ડ બિઝનેસ સ્કુલ થી ભણ્યા છે. અતુલ્ય જણાવે છે કે જ્યારે એક વખત એક પોતાની કંપની “પાપા જોન ઇન્ડિયા” માટે પીઝા ડીલીવરી માટે ઈલેક્ટ્રીક સ્કુટર કે ઇલેક્ટ્રિક સાઈકલ શોધવા ગયા તો તેમને નહીં મળી. તો તેમને ઘણું દુઃખ થયું. આ વાતને સમજતા અતુલ્ય મિત્તલે વિચાર્યું કે કેમ નહીં એક ઈ-સાયકલની કંપની બનાવવામાં આવે, જે લોકો માટે ઓછી કિંમતમાં ઇ-સાઇકલ ઉપલબ્ધ કરાવે. તેમણે આગળ જઈને આ સ્ટાર્ટઅપ પર દાવ લગાવ્યો. જે છેલ્લા એક-બે વર્ષથી ઘણી તેજી પર છે.

બચતનો સાદો છે “ઈલેક્ટ્રીક સાઇકલ”

અતુલ્ય કહે છે કે આજના હાલતને જોતા ઈલેક્ટ્રીક સાઈકલ કે સ્કુટર બચતનો સોદો છે. જો આપણે ઈલેક્ટ્રીક સાઇકલની વાત કરીએ તો ૦.૨ કિલોમીટરનાં દર થી ચાર્જ કરે છે. પરંતુ તેની જગ્યાએ જો આપણે કોઈ ઈંધણથી ચલાવવા સ્કુટરને જોઈએ તો ૧.૫ રૂપિયા પ્રતિ કિલોમીટરનો ખર્ચો આવે છે. જોકે પેટ્રોલ-ડીઝલની કિંમત વધતી જઈ રહી છે. તેવામાં આજે ઇલેક્ટ્રિક વાહન ખરીદવા કોઈપણ રીતે નુકસાનનો સોદો નથી. અતુલ્ય કહે છે કે ૧૦ રૂપિયાની વીજળી થી ચાર્જ કરીને તેની સાયકલ ૧૫૦ કિલોમીટર અને સ્કુટર ૪૫ કિલોમીટરનું અંતર કાપી શકે છે.

કિંમત પણ છે આકર્ષક

અતુલ્ય ની કંપનીની આ સાયકલ અને સ્કુટરને સંપુર્ણ રીતે “મેડ ઈન ઈન્ડિયા” છે. તેવામાં તેને ખરીદવા પર દેશનાં પૈસા દેશમાં જ કામ આવશે. તેમની આ સાઈકલ ખુબ જ હલકી છે અને તેમાં સ્પેરપાર્ટસ પણ ઘણા ઓછા લાગ્યા છે. તેવામાં તેની સાફ-સફાઈ અને મેન્ટેનન્સનો ખર્ચ પણ ઘણો ઓછો છે. Nexzu Mobility ની સાઇકલ હાલમાં બે પ્રકારમાં ઉપલબ્ધ છે. પહેલી ROMPUS અને બીજી ROADLARK છે.

જો અમે તેની કિંમતની વાત કરીએ તો તે સૌથી ઓછી કિંમત ૩૧,૯૮૦ રૂપિયા છે. જ્યારે બીજી ROADLARK સાયકલ ની કિંમત ૪૨,૩૧૭ રૂપિયા છે. આ કિંમત ભલે જ તમને સામાન્ય સાયકલની કિંમતની સરખામણીમાં વધારે મોંઘી લાગે. પરંતુ મેન્ટેનન્સનો ખર્ચ અને ઈંધણનો ખર્ચ ઘટાડવામાં આવે તો તે બીજા વાહનોથી ઘણી સસ્તી પડે છે.

દમદાર બેટરી સાથે છે પાવરફુલ મોટર

આ કંપની મહારાષ્ટ્રનાં નજીક પુણામાં પોતાની આ સાઇકલનું નિર્માણ કરી રહી છે. આ સાઇકલને તમે સ્કુટર કે બાઈક તરીકે પણ પ્રયોગ કરી શકો છો. કારણ કે આ સાઇકલમાં 36V, 250 WUB HUB બ્રશ લેસ ડીસી મોટર લગાવવામાં આવી છે. જે મોટરસાયકલ જેટલી જ તાકાત આપે છે. સાથે જ મોટરને પાવર આપવા માટે 36V, 5.2MAh ની બેટરી આપવામાં આવી છે, જેથી સાઇકલ લાંબુ અંતર પાર કરી શકે.

નોર્મલ સોકેટ થી થશે ચાર્જ

કંપની પ્રમાણે આ સાયકલ ૨.૫ વોલ્ટ થી ૩ કલાકમાં ફુલ ચાર્જ થઈ જશે. તેને ચાર્જ કરવા માટે મોબાઈલ ચાર્જ કરવા વાળા સોકેટ થી પણ ચાર્જ કરી શકાય છે. ત્યારબાદ Rompus ૩૦ કિલોમીટરથી વધારેનું અંતર પાર કરી શકે છે, સાથે જ Roadlark જે ૪૨,૩૧૭ રૂપિયાની છે, તે ૮૦ થી વધારે કિલોમીટર સુધી જઈ શકે છે. ખાસ વાત એ છે કે આ બંને સાઈકલમાં પેડલ મોડ મળે છે. જો ઈચ્છો તો બેટરીની જગ્યાએ પેડલ થી પણ ચલાવી શકો છો. કંપની નવી સાયકલ પર ૧૮ મહિનાની ગેરંટી આપે છે. જેમાં બેટરી અને મોટર સામેલ હોય છે.

૪ રંગો સાથે શાનદાર ડિઝાઇન

કંપની એ સાયકલને બનાવતા ગ્રાહકોનાં શોખનું વિશેષ રીતે ધ્યાન રાખ્યું છે. એટલા માટે આ સાઇકલને ચાર રંગ સાથે રજુ કરવામાં આવે છે. તેને આંતરરાષ્ટ્રીય નિયમોને ધ્યાનમાં રાખતા સ્ટીલ એલોય ફ્રેમની સાથે બનાવવામાં આવી છે. ૪ રંગમાં લાલ, વાદળી, સિલ્વર અને કાળો સામેલ છે. સાયકલમાં આરામદાયક ફોમ સાથે જ એક સીટ આપવામાં આવી છે. સારી સ્પીડ માટે ૨૬ ઇંચનાં ટાયર આપવામાં આવ્યા છે.

“આત્મનિર્ભર ભારત” ને આગળ વધારશે

Nexzu Mobility નાં CEO રાહુલ શોનક કહે છે કે આ સાયકલમાં સામાન થી લઈને એન્જિનિયર સુધી ભારતનાં જોડાયેલા છે. માત્ર તેની લિથિયમ બેટરીને બહારથી મંગાવવામાં આવી છે, જે ભારતમાં હજુ સુધી નથી બનતી. તેવામાં આ સાયકલ “મેક ઇન ઇન્ડિયા” ને પ્રોત્સાહન આપવાની સાથે પ્રધાનમંત્રી મોદીનાં આત્મનિર્ભર ભારતને પણ આગળ વધારે છે. કંપનીની કોશિશ છે કે તે ભારતના સ્થાનીય ઉદ્યોગોને પ્રોત્સાહન આપે, જેથી સ્થાનીય સ્તર પર લોકોને પણ વધારેમાં વધારે કામ મળી શકે.

ક્યાંથી ખરીદવી

કંપનીનું કહેવાનું છે કે જે પણ આ સાઇકલને ખરીદવા ઇચ્છે છે તે પોતાના નજીકના Nexzu ડીલરશીપ પાસેથી ખરીદી શકે છે અથવા તો તે કંપનીની વેબસાઇટ પર જઇને પણ ઓર્ડર કરી શકે છે. જલ્દી જ કંપની આ સાઇકલને એમેઝોન, ફ્લિપકાર્ટ દ્વારા પણ વેચવાનું શરૂ કરશે. તેવામાં જો તમે આ સાઇકલને પોતાની બનાવવા ઇચ્છો છો, તો કોઈપણ માધ્યમથી ખરીદી કરી શકો છો.

Leave a Comment

Join Our Whatsapp Group