વ્હાલી દીકરી યોજના 2023

ગુજરાત સરકાર એ સમય દરમિયાન મહિલાઓ માટે તેમજ ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.

વ્હાલી દીકરી યોજના

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.

સહાય એ એક લાખને દસ હજાર રૂપિયા  (1,10,000) સુધી આપવામાં આવે છે અને આ સહાય એ ત્રણ હપ્તામાં  આપવામાં આવે છે.

વ્હાલી દીકરી યોજનાનો હેતુ

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ વહાલી દીકરી યોજના હેઠળ આપવામાં આવતી આર્થિક સહાય ગમે એ દીકરીના શિક્ષણ તેમજ લગ્ન માટે વિકાસ કરવા માટે આપવામાં આવે છે.

યોજનાનું નામ વ્હાલી દીકરી યોજના ગુજરાત 2022 (Vahali Dikri Yojana in Gujarati 2022 )
લાભાર્થીઓ ગુજરાત ની દીકરીઓ
માહિતીની ભાષા ગુજરાતી
હેતુ ગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવું અને તેમજ દિકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું
મળવાપાત્ર રકમ એક લાખને દસ હજાર રૂપિયા (1,10,000)
અરજી કરવાનો સમય દીકરી ના જન્મ પછી એક વર્ષના સમય દરમ્યાન
વેબસાઈટ અહિ ક્લિક કરો

 

વ્હાલી દીકરી યોજના નો લાભ

આ યોજના હેઠળ દીકરીને આપવામાં આવતી સહાય એ દીકરીને ત્રણ હપ્તા માં આપવામાં આવ્યા છે.
  • દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની સહાય.
  • દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.
  • દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.
  • દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય

વ્હાલી દીકરી યોજના ની પાત્રતા

જે વ્યક્તિ વહાલી દીકરી યોજના નો લાભ લેવા માંગતી હોય તો તેમણે નીચે આપેલી બધી જ પાત્રતા જ્યારે રાખવી જરૂરી છે.

  • તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.(દીકરી જન્મના એકવર્ષની સમયમર્યાદામાં નિયત નમુનાના આધાર પુરાવા સહીતની અરજી કરવાની રહેશે.)
  •  દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  •  અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  •  બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માટે અગત્યના ડોક્યુમેન્ટ 

  • દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)
  • દીકરીના માતા-પિતા નો આધાર કાર્ડ
  • દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)
  • દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)
  • દીકરી નો જન્મ દાખલો
  • દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
  •  વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું

વ્હાલી દીકરી યોજના નો લાભ કઈ રીતે લેવો

સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Comment

Join Our Whatsapp Group